Saturday, October 6, 2018

ફેસબુક એકાઉન્ટને સેફ રાખવાની 5 રીત

ફેસબુક એકાઉન્ટને સેફ રાખવાની 5 રીત (1) પોતાના એકાઉન્ટનું ઓડિટ કરો સૌથી પહેલા તમે ચેક કરો કે તમારું એકાઉન્ટ ક્યાં-ક્યાંથી એક્સેસ કરવામાં આવ્યું છે. આ ચેક કરવા ફેસબુક એપ અથવા સાઇટ ઓપન કરો અને ત્યાં Security and Login page પર જઇને Where You’re Logged in પર ક્લિક કરો. અહીં ક્લિક કરીને તમે જોઇ શકશો કે તમે ક્યાં-ક્યાંથી એકાઉન્ટ એક્સેસ કર્યું છે. જો તમને અહીં કોઇ પણ શંકાસ્પદ જગ્યા કે ડિવાઇસ જણાય તો તરત ત્યાંથી એકાઉન્ટ લોગઆઉટ કરો. (2) સમયાંતરે બદલતા રહો પાસવર્ડ ફેસબુક પર પોતાનો પાસવર્ડ સમયાંતરે બદલતાં રહેવું જરૂરી છે. આમ કરવાથી તમારું એકાઉન્ટ હેક થવાની સંભાવના ઓછી થઇ જાય છે. શક્યા હોય ત્યાંથી દર મહિને પોતાનો પાસવર્ડ અપડેટ કરો. સાથે જ પાસવર્ડ એવો બનાવો જેમાં કેપિટલ અને સ્મોલ અક્ષરોની સાથે નંબર્સ અને સ્પેશિયલ કેરેક્ટર્સ (જેવા કે @,#,*) પણ આવે. આમ કરવાથી તમારો પાસવર્ડ સ્ટ્રોન્ગ બને છે. પાસવર્ડ ચેન્જ કરતી વખતે ધ્યાન રાખવું કે Save Changes કરતી વખતે Keep me logged in પર ક્લિક ન કરવું. જ્યારે પાસવર્ડ ચેન્જ કરો ત્યારે Keep me logged out from all devices પર ક્લિક કરવું. જેથી તમે જેટલા ડિવાઇસ પર પોતાનું એકાઉન્ટ એક્સેસ કર્યું હશે ત્યાંથી તમે લોગઆઉટ થઇ જશો. (3) ડ્યુઅલ સિક્યોરિટી ફેસબુક પોતાના યૂઝર્સને ડ્યુઅલ સિક્યોરિટીનો ઓપ્શન આપે છે. આ ફીચરનો યૂઝ કરીને યૂઝર પોતાના એકાઉન્ટે સિક્યોર બનાવી શકે છે. ફેસબુક એપના સેટિંગમાં જઇને એકાઉન્ટ સેટિંગ ચેક કરો. અહીં સિક્યોરિટી એન્ડ લોગ-ઇનમાં જાઓ. અહીંયા Setting Up Extra Security ઓપ્શમાં Use two factor authentication નો ઓપ્શન મળશે. તેને ચાલૂ કર્યા પછી જ્યારે પણ તમે ફેસબુક પર લોગઇન કરશો તો તમારા રજિસ્ટર્ડ નંબર પર એક કોડ આવશે. આ નંબરને એન્ટર કર્યા પછી જ તમે લોગ-ઇન કરી શકશો. (4)મેસેન્જરમાં આવતી અજાણી લિંક્સ પણ ક્લિક ન કરો ઘણીવાર હેકર્સ તમારા ફ્રેન્ડ્સના એકાઉન્ટ સાથે ચેડા કર્યા પછી તેમના એકાઉન્ટમાંથી તમને કોઇ લિંક મોકલે છે. આવી લિંક્સ સામાન્ય રીતે મેસેન્જરમાં આવતી હોય છે. ફ્રેન્ડ્સે મોકલેલી કોઇ લિંક પર શંકા જાય તો તેના પર ક્લિક ન કરવી. જ્યાં સુધી શ્યોર ન હો ત્યાં સુધી આવી લિંક પર ક્લિક કરવું ટાળવું. જો તમારો કોઇ ફ્રેન્ડે આવી લિંક મોકલી હોય તો તેનો સંપર્ક કરી તેને આ અંગે જાણ કરવી. (5)એપ્સને આપવામાં આવેલી પરમિશન ચેક કરો ફેસબુક પર તમારો ચહેકો કોને મળતો આવે છે?, પાછલા જન્મમાં તમે શું હતા?, આવા સવાલ મજા કરાવવાની સાથે ખતરનાક પણ હોય છે. આવા પર ક્લિક કરીને યૂઝર્સ અજાણતા જ પોતાના એકાઉન્ટનું એક્સેસ આપે છે. જો તમે એવી એપ્સ અંગે જાણવા ઇચ્છો છો કે જેને તમે પરમિશન આપેલી છે. તે માટે ફેસબુકની એપ કે સાઇટના સેટિંગ ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને એપ્સના નામનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ Apps and websites ઓપ્શન મળશે. અહીં ક્લિક કરી તમે જાણી શકશો કે તમે કઇ એપ્સને પોતાના એકાઉન્ટની પરમિશન આપેલી છે. આ ઓપ્શનને ડિસેબલ કરીને થર્ડ પાર્ટી એપ્સ તમારા એકાઉન્ટનું એક્સેસ નહીં કરી શકે.

3 comments:

લોહીની સગાઈ

 લોહીની સગાઈ           રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...