Friday, May 31, 2019

ફોનના રેડીયેશન થી બાળકોને થાય છે આ માઠી અસર … દરેક પેરેન્ટ્સ જાણે આ ખાસ માહિતી

ફોનના રેડીયેશન થી બાળકોને થાય છે આ માઠી અસર … દરેક પેરેન્ટ્સ જાણે આ ખાસ માહિતી બાળકોમાં થતી ટેકનોલોજીની આડઅસર 💻 મિત્રો તમે પરિચિત જ છો કે આજના ટેકનીકલ યુગમાં કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. એટલું જ નહિ બાળકોને ભલે ભણવાનું ન આવડે પણ મોબાઈલમાં બધું આવડતું હોય છે. કોમ્પ્યુટર અને મોબાઈલના ઉપયોગથી બાળકો સ્માર્ટ તો બને છે. પરંતુ વધારે પડતા ઉપયોગથી તે નુંકશાન પણ કરે છે. માટે ખુબ જ જરૂરી છે કે આપણે બાળકોને ટેકનોલોજીથી એડિક બનતા અટકાવીએ. 📱 તેમાં કોઈ શંકા નથી કે મોબાઈલ ફોન અને સોસીયલ નેટવર્કીંગ સીટની આપણે કોઈ પણ વ્યક્તિનો સેકન્ડમાં કનેક્ટેડ કરી શકીએ છીએ. માતા પિતા પણ આવું વિચારી પોતાના બાળકોને નાની ઉમરમાં જ મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરતા શીખવી દે છે. આજકાલ લગભગ પેરેન્ટ્સ વર્કિંગ હોય છે તેથી તેમના બાળકો સાથે કોન્ટેક્ટ રહે તે માટે બાળકોને મોબાઈલ ફોન આપી સેફ્ટી જાળવતા તમે જોયા હશે. પરંતુ સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે બાળક તેનો આદતી બની જાય છે. 🖥 ઘણા પેરેન્ટ્સ એવા પણ જોયા હશે કે જે બાળકને ચુપ કરાવવા માટે હાથમાં સ્માર્ટ ફોન આપી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો તે ટેવથી બાળકનો અભ્યાસ અને રોજીંદી દિનચર્યા બંને ખોરવાઈ છે. ટેકનોલોજી એટલે મોબાઈલ કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે અને આ બધી ટેકનોલોજી આજે આપણી એક જરૂરત બનીને રહી ગઈ છે. આ ટેકનોલોજી જિંદગીને સરળ બનાવે છે. પરંતુ આ જરૂરત જ્યારે હદથી વધારે આગળ વધી જાય છે. તમે મોબાઈલ કે સોસીયલ નેટવર્કીંગ સાઈટ પર તમારો વધારે સમય વિતાવવા લાગો. તમે તેના વગર એક કલાક પણ રહી ના શકો તો તેને ટેકનોલોજીનું એડીક્શન કહેવાય. 🖨 રીચર્સ પ્રમાણે જાણવા મળ્યું છે કે બાળકો વધારે પડતા આ એડીક્શનનો શિકાર બને છે. જો કે યુવાનોને પણ કમ ન આંકી શકાય. પરંતુ બાળક પર તેની અસર ઝડપથી થવા લાગે છે. મિત્રો 15 થી 16 વર્ષ પહેલાના બાળકોને મોબાઈલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ આજના વ્યસ્ત જમાનામાં માતા પિતા બાળકોને ખુબ જ નાની ઉમરમાં મોબાઈલ ફોન હાથમાં પકડાવી દે છે. અને એક વાર આ ટેકનોલોજી બાળકના હાથમાં નાની ઉમરમાં જ આવી જાય તો બાળક ઈન્ટરનેટ, ઓનલાઈન ગેમ્સ અને સોસીયલ નેટવર્કીંગને જ પોતાની દુનિયા માને છે. કોઈ પણ પેરેન્ટ્સ પોતાના બાળકને મોબાઈલ આપતા પહેલા તેની આડઅસરો વિશે જાણી લેવું જોઈએ. 👉 ટેકનોલોજીથી એડિક થતા થતી આડઅસરો : બાળકનું શાળાએ ક્લાસમાં વ્યવસ્થિત ધ્યાન કેન્દ્રિત થતું નથી. બાળકને શાળાએ પણ ઊંઘ આવે છે. લગભગ દરેક સમયે તે ઊંઘના મૂડમાં રહે છે. બાળક પોતાનું વર્ક સમયે પૂરું કરી શકતો નથી. તે ટેકનોલોજીથી દિવસો જતા વધારે ને વધારે એડિક થતું જાય છે. તેમજ તેનું એકેડેમિક પર્ફોમન્સ દિવસે દિવસે નિમ્ન સ્તરે જતું જણાય છે. 🖱 ખાવા પીવાની આદતો બદલાય જાય છે. ટેકનોલોજી પાછળ તેને ખાવા પીવા કે સુવા પ્રત્યે કોઈ ધ્યાન રહેતું નથી. મિત્રોને મળવા તથા ઘરણ સભ્યો સાથે હળીમળીને વાતો કરવાને બદલે બાળક પોતાનો સમય કોમ્પ્યુટર અને મોબાઈલ પર વિતાવવાનું પસંદ કરે છે. જ્યારે તે બાળકનો સર્વાંગી વિકાસ અટકાવે છે. કોમ્પ્યુટર અને વિડીયો ગેમના ચક્કરમાં ખોટું બોલવાનું શરુ કરી દે છે. સામાજિક વાતાવરણમાં ભળી શકતા નથી. બાળક પરિવારમાં કોઈ સાથે હળીમળીને વાત કરતા અચકાય છે. તેમજ આઉટડોર ગેમ્સ બાળકને કંટાળાજન્ય લાગે છે. જો તે ઓનલાઈન ન હોય તેની પાસે મોબાઈલ ના હોય કે તેને તે ટેકનોલોજીથી દુર કરવામાં આવે તો તે અજીબ પ્રકારનું વર્તન કરે છે. ચિડીયાપણું તેના ચહેરા પર ચોખ્ખું દેખાઈ આવે છે. જ્યારે તેની પાસે ટેકનોલોજી થોડી વાર માટે ન હોય ત્યારે પણ તેના વિશે વિચારતો રહે છે. * આ ઉપરાંત બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થઇ શકે છે. – બાળક ઓબેસિટી હાઇપરટેન્શન તથા ઇન્સોમનીઆનો શિકાર થઇ શકે છે. – સતત સ્ક્રીન પર જોવાથી આંખ પર ટ્રેસ પડે છે. તેમજ આઈ પાવર નબળું પડે છે. – બાળક કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો શિકાર થઇ શકે છે. – બાળકનો ગરદન અને ખભામાં દુઃખાવો થાય છે. – નાની ઉમરમાં જ કમર તેમજ પીઠનો દુઃખાવો થાય છે. – આ ઉપરાંત કોન્સન્ટ્રેશનમાં કમી આવી જાય છે. * એડીક્શનથી બાળકને રોકવા શું કરવું જોઈએ પેરેન્ટ્સ : બાળકના મોબાઈલ કોમ્પ્યુટરના ઉપયોગ પર સમય નિયંત્રણ રાખવું. બાળકના મોબાઈલ લેપટોપ કે કોઈ ગેઝેટ આપતા પહેલા તેના માટે રૂલ્સ બનાવી લેવા જોઈએ. અને બાળકને તે ટુલ્સ અનુસરવા કહેવું જોઈએ. મોડી રાત સુધી બાળકને ગેઝેટ્સનો ઉપયોગ ન કરવા આપવો. અને એમને જોતા તમારે પણ ગેજેટ નો ઉપયોગ મોડે સુધી ના કરવો તેની એક્ટીવીટીની સંપૂર્ણ માહિતી રાખવી. આજકાલ એવા સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. જે સાઈટને ફિલ્ટર કરી આપે છે. જેથી કોઈ અશ્લીલ સાઈટ્સ ઓપન ન થાય . આ ખાસ કાળજી રાખવી. બાળકને ટેકનોલોજીના વધારે પડતા ઉપયોગના નુંકશાન વિશે સમજાવવું. તેમને સતર્ક કરવા. આજના હાઈટેક યુગમાં બાળકને સંપૂર્ણ રીતે ટેકનોલોજીથી દુર રાખવા શક્ય નથી. પરંતુ બાળકને તેનાથી એડિક થતા અટકાવી શકાય છે એ માટે નો બેસ્ટ ઉપાય એજ છે કે તેમને વધારે સમય માટે ફોનજ ના આપવો.

Tuesday, May 14, 2019

What's app hacking

તાજેતરમાં જ UAE બેસ્ડ NGOએ એક અવેરનેસ પ્રોગ્રામ યોજ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે, માત્ર 30 સેકન્ડની અંદર જ કોઇપણ વ્યક્તિ કોઇના પણ વૉટ્સએપ એકાઉન્ટનું એક્સેસ લઇ શકે છે. આ માટે હેકરને ફક્ત એકજવારનો તમારા ફોનનો એક્સેસ જોઇએ છે. * કેવી રીતે હેક કર્યું 30 સેકન્ડમાં વૉટ્સએપ * વૉટ્સએપ વેબનો યૂઝ કર્યો વૉટ્સએપ એકાઉન્ટ હેક કરતા ફર્મે એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ફક્ત ફોન ઉધાર લઇને Whatsapp webને પોતાના કૉમ્પ્યુટરમાં ઓન કરી દીધું. આનાથી ફોટોઝ, વીડિયો, ચેટ સહિતનો બીજો બધો જ ડેટા માત્ર 30 સેકન્ડની અંદર સામેવાળાના કૉમ્પ્યુટરમાં જતો રહ્યો. આ માટે કોઇ ખાસ ટ્રેનિંગની જરૂર નથી પડતી. * કેવી રીતે બચવું આનાથી - વૉટ્સએપને લૉક કરીને કે પાસવર્ડ સેટ કરીને રાખવું. - વૉટ્સએપ વેબના સેટિંગ્સમાં જાઓ અને ચેક કરો કે કોઇ અન્ય ડિવાઇસ તો તમારા ફોનથી કનેક્ટ તો નથી ને. - Web.Whatsapp.com પર જાઓ. વૉટ્સએપ મેસેજ એક્સટ્રેક્ટ કરી આસાનીથી કોઇપણ તમારું એકાઉન્ટ હેક કરી શકે છે. ચેટ્સ એન્ડ કૉલ્સમાં એક ઓપ્શન આવો પણ છે, જેનાથી આસાથી બધી જ ચેટ હિસ્ટ્રી ઇમેલ કરી શકાય છે. * શું કરશો બચવા માટે - તમારા ઇમેલ એકાઉન્ટને ચેક કરો કે કોઇ અન્ય અનનૉન મેઇલ તો નથી ગયોને. - વૉટ્સએપ હંમેશા લૉક રાખો. Whatsapp Callની મદદથી વૉટ્સએપ કૉલની મદદથી ફોનને હેક કરવો વધુ ઇઝી છે. આ માટે હેકરને તમારો ફોન ફક્ત 15 સેકન્ડ માટે જ જોઇશે અને ફોન હેક થઇ જશે. * શું કરશો બચવા માટે - Incoming Call Lock એપ ઇન્સ્ટૉલ કરો, આ એપની મદદથી, કોઇપણ નવો કૉલ આવે ત્યારે કૉલ લૉક ઓપન કરવું પડશે, નહીં તો કૉલ રિસીવ થઇ શકશે નહીં. * Spy Apps ઇન્ટરનેટ સ્પાય એપ્સથી ભરેલું છે. જો તમારો મિત્ર કે ફેમિલામાંથી કોઇ આમાંથી એપ ઇન્સ્ટૉલ કરી લે તો હેકર માટે તેમનું વૉટ્સએપ એકાઉન્ટ હેક કરવું ખુબ આસાન થઇ જશે. * શું કરશો બચવા માટે - ફોનમાં નવી એપને ચેક કરતા રહો, જો કોઇ નવી એપ દેખાય, જે તમે ઇન્સ્ટૉલ ના કરી હોય તો તેને જલ્દીથી અનઇન્સ્ટૉલ કરી દો. - જો તમારો ફોન રૂટેડ હોય તો પરમિશન મેનેજરનો યૂઝ કરો. * OTP SMSની મદદ લો વૉટ્સએપને હેક કરવાનો સૌથી આસાન રસ્તો OTP છે. OTP કન્ફર્મેશન વિના યૂઝર વૉટ્સએપનો યૂઝ નથી કરી શકતો, આવામાં હેકર્સને માત્ર SMS સ્પાયવેરની જરૂર પડે છે. * કેવી રીતે બચશો - એક સારો એન્ટીવાયરસ ફોનમાં જરૂરથી રાખવો જોઇએ. - સ્ક્રીન નોટિફિકેશન લૉક કરીને રાખો. - એપ લૉકની મદદથી SMS એપ લૉક રાખો. * ફોનને કન્ટ્રૉલ કરીને તમારા એન્ડ્રોઇડ ફોનની કૉપી બનાવવી એટલી આસાન છે કે, હેકર મિરર યૉર ફોન ટેકનિકનો યૂઝ કરીને ગમેત્યાંથી આખા ફોનનો પુરેપુરો એક્સેસ લઇ શકે છે. આના માટે બસ એક એપ અને ટીમ વ્યૂઅરની જરૂર પડે છે. * શું કરશો બચવા માટે - તમારા ફોનમાં નવી એપ્સને ચેક કરતા રહો, જો કોઇ નવી એપ દેખાય, જે તમે ઇન્સ્ટૉલ કરી ના હોય તો તરતજ તેને અનઇન્સ્ટૉલ કરી દો. - જો તમારો ફોન રૂટેડ હોય તો પરમિશન મેનેજરનો યૂઝ કરો.

Friday, May 10, 2019

ધોરણ 12નું પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રિઝલ્ટ જાહેર થઇ ગયું. દીકરો કે દીકરીની માર્કશીટ જોઇને મમ્મી-પપ્પા ખુશ થઇ ગયા છે. હવે મોટાભાગનાં મમ્મી-પપ્પાનાં બચ્ચાંઓ 99 ટકા માર્કસ લાવી શકે છે. પણ-આજે તમારો દીકરો કે દીકરી માર્કશીટ લઇને ઘરે નથી આવ્યા. તમારા માટે એક પ્રશ્નપત્ર લઇને આવ્યા છે. આ પ્રશ્ન-પત્ર તમારે ભરવાનું છે અને પછી નક્કી કરવાનું છે કે-તમે તમારા બચ્ચાંની પરીક્ષામાં પાસ થયા કે નહીં? તમારા બચ્ચાંની પરીક્ષામાં તમારા માર્કસ બાજુવાળા મહેશભાઇ કરતાં વધારે આવ્યા કે નહીં? આજે તમારે તમારી જાતનું મૂલ્યાંકન તમારી જાતે કરવાનું છે. સવાલ : 1 તમે તમારા દીકરા-દીકરીને ફ્રિડમ આપી, સગવડો આપી એટલે એ પાસ થયા કે તમે ફ્રિડમ અને સગવડો નથી આપી એટલે એ પાસ થયા છે? (10) સવાલ : 2 હવે તમારા દીકરા-દીકરીને દેશની સરકાર નક્કી કરવાનો અધિકાર મળશે, એ બેંકમાં ખાતું ખોલાવી શકશે, નાણાંકીય વ્યવહારો જાતે કરી શકશે-તો શું હવે તમે એમને એમની જીંદગીનાં નિર્ણયો જાતે લેવા દેશો? (10) સવાલ : 3 અત્યાર સુધી એ તમારી લાઇનદોરીમાં રહ્યાં, હવે તમે એમને એમની ગમતી લાઇન લેવા દેશો? (10) સવાલ : 4 મેં તારા કરતાં વધારે દિવાળી જોઇ છે-આવું હજીપણ એને કહેશો-કે એની દિવાળીનો આનંદ એને લેવા દેશો? (10) સવાલ : 5 એની હથેળીમાં એની જીંદગીની ચાવીઓ મૂકીને એને એવું કહી શકશો કે-જા બેટા, જી લે અપની જીંદગી…. (10) સવાલ : 6 હજીપણ તમે એવું માનો છો કે મોબાઇલનો ઉપયોગ એ માત્ર ગેમ રમવા માટે જ કરે છે? (10) સવાલ : 7 તમને એવું લાગે છે કે-પી.એસ.પી કેટલો સમય રમવું એની એને હજીપણ નથી ખબર? (10) સવાલ : 8 અમે નાના હતા ત્યારે અમારી પાસે બે જોડી જ કપડાં હતાં, ચાલતાં સ્કૂલે જતાં-પાંચ રૂપિયા જ પોકેટમની મળતાં-એવાં ઉદાહરણો આપવાનું હવે બંધ કરશો? (10) સવાલ : 9 બાજુવાળાનો રોહન તો સાયન્સમાં 100માંથી 100 માર્કસ લઇ આવ્યો-અમે કહેતાં હતા એમ વાંચ્યું હોત તો તારા પણ 100 માર્કસ આવ્યા હોત. આવું એને કહેશો? (10) સવાલ : 10 એ તમારું સંતાન છે-એ ક્યારેય ખોટું નહીં કરે-એવો વિશ્વાસ હવે તમને છે? (10) આ પ્રશ્નપત્ર તમે ભરજો. જાતે જ માર્કસ આપજો અને નક્કી કરજો કે તમારાં દીકરા-દીકરીની પરીક્ષામાં તમે પાસ થયા છો ખરાં?

Thursday, May 2, 2019

અનોખી માર્કશીટ

અનોખી માર્કશીટ બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતાં જ જયના મુખ પર ખુશી છલકાઇ ગઇ. સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જયજયકાર કરતાં થાકતાં જ નહોતા… ‘જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર…. સોમાંથી પુરા સો….! કોઇની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે…?’’ ગણિતના શિક્ષક તો બધા વચ્ચે છાતી ફુલાવીને બોલ્યાં. ‘ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પુરા માર્ક્સ લાવે… વિજ્ઞાનમાં આખા જિલ્લામાં જય એકલાનાં જ સો માંથી સો માર્ક્સ છે… અને મારા ભણાવેલા વિજ્ઞાનની કોઇ બરોબરી જ ન કરી શકે.’ વિજ્ઞાનના સર તો જયની માર્કશીટ લઇને પોતાની ખુરશી પર ચઢીને આખા સ્ટાફને સંભળાય તેમ બોલ્યા. ‘ઓ ગણિત… વિજ્ઞાનવાળાંઓ તમે ભાષામાં પંચ્યાણુ માર્ક લાવીને બતાવો… જયના ગુજરાતીના પંચ્યાણુ માર્ક્સ આખા રાજ્યમાં અવ્વ્લ છે… જેની માતૃભાષા મજબુત તેના બધા વિષયો મજબૂત.’ ગુજરાતીના શિક્ષકે તો પેલા બન્ને શિક્ષકોને સંભળાય તેમ જયની માર્ક્શીટ હાથમાં લેતા કહ્યું. જય અને જયની માર્કશીટ બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધાના હાથમાં વારાફરતી ફરી રહી હતી. ‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે, જય….? મારે પુછવુ છે કે તેઓ તને કેવી રીતે તૈયારી કરાવે છે…?તારી પાછળ કેટલો સમય આપે છે…?’ એક વિદ્યાર્થીના મમ્મીએ માર્કશીટ જોઇને પૂછી લીધું. ‘મમ્મી… જયના મમ્મી-પપ્પા તો કોઇ’દી સ્કુલે આવતા જ નથી…!’ પેલા વિદ્યાર્થીએ જ તેની મમ્મીને જવાબ આપી દીધો. ગુજરાતીના શિક્ષકે જયને ન સંભળાય તે રીતે પેલા બેનને ધીરેથી કહ્યું. ‘હા… જયના પપ્પા તો ફૂટપાથ પર જુના પુસ્તકો વેચે છે.. મમ્મી બીજાના ઘરે કામ કરે છે… તેઓ અતિ સામાન્ય પરિસ્થિતિના છે… આ તો જય જેવો દિકરો લાખોમાં એક હોય જે જાત મહેનતે આગળ આવે …!’ ‘સર…હું જાઉં… મારા મમ્મી-પપ્પાને પણ રીઝલ્ટ બતાવવું છે.’ જયને ઘરે જવાની ઉતાવળ હતી. ત્યાં જ સામે પ્રિન્સિપાલ સર આવ્યા, તેમના હાથમા મીઠાઈનું બોક્સ હતું, ‘હા.. જા દિકરા… તારા પેરેન્ટ્સ પાસે મોબાઇલ જ નથી તો એ ક્યાં ઓનલાઇન રીઝલ્ટ જોઇ શકવાના છે…? પણ તારા જેવો દિકરો ખરેખર જિંદગીની ઓન- લાઇને છે તેનો અમને ગર્વ છે… અને અમે તારા રીઝલ્ટની ખુશીના પેંડા આખી સ્કુલમાં આપવાનાં છીએ… લે આ બોક્ષ તારા મમ્મી-પપ્પાને આપજે…’ ‘સર.. પેંડા તો મારે આપવાના હોય….!’ જયે ધીમા અવાજે કહ્યું. ‘બેટા… તારા પરિણામથી તો અમને પેંડા વહેંચવાનું મન થઇ આવે છે… તું જલ્દી જા… તારા મમ્મી-પપ્પાને કહેજે કે તું સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે.’ પ્રિન્સિપાલ સરે જયના માથા પર હાથ મુક્યો. ‘થેંક્યુ સર’ એટલું કહીને જયે પેંડાનું બોક્ષ અને માર્કશીટ લઇ પોતાની સાયકલનું હેન્ડલ ઘર તરફ વાળ્યું.જયે જોયું તો મોટા ભાગના વિદ્યાર્થીઓ મમ્મી- પપ્પા સાથે પોતાનું પર્સનલ ટુ વ્હીલર લઇને કે કારમાં આવ્યા હતા. જો કે આવી કોઇ સગવડ જયના નસીબમાં નહોતી. તેના પપ્પા પાસે પણ હજુ જુની પુરાણી સાયકલ જ હતી. તે દસમાં ધોરણમાં જયને વારસામાં મળી હતી. આ સાયકલની રફ્તાર વધી રહી હતી… તેને પોતાની માર્કશીટ બતાવવાની ઉતાવળ નહોતી પણ પોતાના આ વર્ષની મમ્મી પપ્પાએ બનાવેલી માર્કશીટ લેવાની ઉતાવળ હતી. જય ઘરે પહોંચ્યો. તે દોડીને મમ્મી પપ્પાની પાસે ગયો, ‘મમ્મી-પપ્પા આ મારી માર્કશીટ અને પેંડા… ગુજરાતમાં પહેલો આવ્યો છું…’ જયની ખુશીનો પાર નહોતો. મમ્મી-પપ્પાએ માર્કશીટ પર નજર ફેરવી અને તરત જ ભગવાનનાં ચરણોમાં મુકી દીધી. ‘મારી પેલી માર્કશીટ ક્યાં…?’ જયે તેની દરવર્ષની જેમ આ વર્ષે મમ્મી પપ્પાની પરીક્ષાની માર્કશીટની ઉઘરાણી કરી. ‘અરે… બેટા… હવે તું મોટો થયો… કદાચ અમારા આપેલા માર્ક તને નહી ગમે તો…? આ વખતે નહી આપીએ તો નહી ચાલે….?’ જયના પપ્પાએ તો ઇન્કાર કરતા કહ્યું. ‘ના એમ નહી ચાલે મારે તમારી બનાવેલી માર્કશીટ જોઇએ જ…’ જયે જીદ કરી. ‘સારું, લે પણ ધ્યાન રાખજે… અમે તારી સ્કુલના શિક્ષકો જેવા હોંશિયાર નથી. જય બેટા, આ કોઇ ભણવાના વિષયોની માર્કશીટ નથી પણ તારા જીવનનું આ વર્ષનું અમારું વાર્ષિક મૂલ્યાંકન છે.’ અને પપ્પાએ જયને તેની અનોખી માર્ક્શીટ આપી. જયે તો બે પાનાની માર્કશીટ હાથમાં લીધી અને મમ્મી-પપ્પાએ કેટલા ગુણ આપ્યા છે તે જાણવાની તાલાવેલી જાગી. જયના પપ્પા ભલે સામાન્ય પરિસ્થિતિના હતા પણ પુસ્તકોના અભ્યાસથી તેઓ પોતાના પુત્રનો સાવ જુદી રીતે જ ઉછેર કરી રહયા હતા. દર વર્ષે જયનું સાત જુદા જુદા વિષયોનું વાર્ષિક મૂલ્યાંકન કરી સો ગુણની પરીક્ષાની જેમ જ તેના માર્ક આપતા.આ અનોખી માર્કશીટમાં ઉપર જયનું નામ… ઉંમર અને તેની નીચે વિષયોના નામ લખી તેની સામે મેળવેલ ગુણ લખેલા હતા.. દરેક વિષયની નીચે વિસ્તારથી જવાબ લખેલો હતો. વિષય પહેલો : પોતાની વસ્તુઓની દરકાર મેળવેલ ગુણ – ૯૧ જય તારી વસ્તુ પ્રત્યેની દરકાર ઘણી સારી છે, તારી દરેક ચોપડીઓના પૂંઠા અને તેની સંભાળ સરસ રીતે કરી છે… તારો કબાટ તું વ્યવસ્થિત રીતે રાખતા તું શીખી ગયો છું. તારી દરેક વસ્તુઓ તેના સ્થાને મુકવાની આદત સુધરી છે.. પણ આ વર્ષે તું સાયકલ પ્રત્યે સહેજ બેધ્યાન હતો… તેની સાફસફાઇ, કુલ નવ વાર થયેલ પંચર ( ગયા વર્ષ કરતા ત્રણ વાર વધારે ), તારાથી એક જોડ ચંપલ અને ચાર પેન, એક પેન્સિલ ખોવાયેલ છે જેના કારણે નવ માર્ક કપાયા છે. વિષય બીજો : પોતાની સારસંભાળ મેળવેલ ગુણ : ૯૫ બેટા જય આ વખતે તારી બોર્ડની પરીક્ષાની સાથે તારા આરોગ્યની સંભાળ સારી રીતે કરી છે. બહારના જંકફૂડ ખાવાની એકવાર પણ જીદ કરી નથી. તેં આ વર્ષે તારા કપડાના બટન જાતે લગાવવાનું શીખી લીધું… સમયસર જાતે વાળ કપાવી નાંખે છે.. પણ જમીને હજુ થાળી નહી ઉપાડવાની તારી આદત નથી બદલાઇ. સવારે ઉઠ્યા પછી તારી પથારી હજુ તારી મમ્મીએ જ ઉઠાવવી પડે છે જેના કારણે તારા પાંચ ગુણ ઓછા થયા છે. વિષય ત્રીજો : ઘરની જવાબદારી મેળવેલ ગુણ : ૮૫ અમને ખ્યાલ છે કે આ વર્ષે અભ્યાસનું વર્ષ છે એટલે ઘરની જવાબદારી શક્ય નહોતી… રૂમમાંથી બહાર નીકળતા પંખાની સ્વિચ બંધ ન કરવી…. સવારે ચકલીને ચણ નાખવાનું તારા ટ્યુશનને લીધે ઘણીવાર ભૂલી જતો…નિયમિત પ્રાર્થના ન કરવી, ન્હાતી વખતે વધુ પાણીનો ઉપયોગ કરવો જેવી કાયમી ભૂલોને લીધે આ વર્ષે પંદર માર્ક ઓછા છે. વિષય ચોથો : મિત્રો સાથેનો વ્યવહાર મેળવેલ ગુણ : ૯૦ આમા તો તારા મિત્રો તરફથી કોઇ ફરીયાદો નથી પણ તારા અંગત મિત્ર રાકેશ સાથે તારે ત્રણ વાર ઝઘડો થયો હતો. તમારા બે મહિના સુધી અબોલા રહેલા. જય બેટા.. વાંક ભલે ગમે તેનો હોય પણ મિત્રતાના એક છેડે આપણે ઉભા છીએ જેથી ક્યારેક જતુ કરીને મિત્રતા નીભાવવી. વિષય પાંચમો : સમય પાલન મેળવેલ ગુણ : ૯૯ જય… આ વિષયમાં તું હંમેશા અવ્વલ રહ્યો છે.. તેં તારા ટાઇમ ટેબલ મુજબ સતત કાર્ય કર્યુ છે… અને બેટા ધ્યાન રાખજે જે વ્યક્તિ પોતાના સમયને સમજે છે અને સાચવી લે છે તેના જીવનની દરેક પરીક્ષાનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે.વિષય છઠ્ઠો : પરસ્પર નો પ્રેમ મેળવેલ ગુણ : ૧૧૧ જય… આ એક વિષયમાં તારી મમ્મીએ માર્ક આપ્યાં છે… તારી મમ્મીએ કહ્યું છે મારા જયને ૧૦૦માંથી ૧૧૧ માર્ક આપજો. તેને કહ્યું છે કે જય કાયમ પહેલો નંબર લાવે છે છતાંય તેને ક્યારેય બીજા સુખી ભાઇબંધો સાથે પોતાની સરખામણી નથી કરી… બાઇક કે મોબાઇલ લેવાની ખોટી જીદ નથી કરી. અમે તને બીજાના મમ્મી-પપ્પા જેવી સુવિધાઓ પણ નથી આપી શક્યા છતાં ક્યારેય કોઇ ફરીયાદ નથી કરી. વાંચતા વાંચતા ઉંઘ ન આવે માટે ઘરમાં દૂધ ન હોય તો રાત્રે પાણી, ચા અને ખાંડ ગરમ કરીને વગર દૂધની ચા પીને તું ઘણીવાર અમને સુતા મુકીને જાગતો રહ્યો છે અને વાંચતો રહ્યો છે. તારા વિદાય સમારંભ વખતે તને મળેલ એલાર્મ ક્લોક તેં સામેવાળાં રમણિકકાકાને આપી દીધેલી કારણ કે તેમને ઘણીવાર વહેલા ઉઠવામાં તકલીફ પડતી.. આ બધુ સમજી તારી મમ્મીએ તને સો વત્તા અગિયાર માર્ક વધારાના આપ્યાં છે..એટલે તને કુલ છસોમાંથી ૫૭૧ માર્ક્સ મળે છે. અર્થાત ૯૫.૧૬%… અભિનંદન… બેટા જય… તું અમારો જીગર જાન ટુકડો છે… આપણે પરસ્પરનો પ્રેમ સાચવવો અને એકમેકના જીવનની જરુરિયાત સમજવી તે તું ખૂબ સારી રીતે સમજ્યો છે. તારી મમ્મી છે તે ક્યારેય પોતાના દિકરાના માર્ક કાપી ન શકે… પપ્પા કઠોર બની શકે… માં નહી…! બેટા… જીવનનાં આ વિષયોમાં કાયમ વધારે ને વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરજે… આજે ઉપરના વિષયો તને કદાચ નાના કે બિનજરુરી લાગતા હશે પણ તે તને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ચોક્કસ લઇ જશે. વિષય સાતમો : વાલી તરીકે અમારી ફરજ આપવાના ગુણ : ___ બેટા જય… આ વર્ષે આ જુદો વિષય ઉમેર્યો છે… આ વિષયમાં તારે અમારું મુલ્યાંકન કરવાનું છે.. તારે પણ અમને સોમાંથી માર્ક આપવાના છે કે અમે અમારી જવાબદરીનું કેટલું વહન કરી શક્યા છીએ. અમે તને કેટલીયે સગવડો નથી આપી શક્યા… તારી સ્કુલ કે કોઇ સમારંભમાં અમે હાજર રહી નથી શક્યાં… અરે તારા વિદાય સમારંભમાં તારે નવું જીન્સ લેવું હતું પણ મેં તને નહોતું ખરીદી આપ્યું. તારે પ્રવાસમાં જવાનું હતું પણ મમ્મીને ખૂબ ચિંતા હતી એટલે અમે ના કહેલી… બેટા… અમારી પણ મર્યાદાઓ છે… તારા આપેલા માર્કથી અમે પણ અમારામાં રહેલી ખામીઓ શોધી શકીશું અને આવતા વર્ષે અમારા માર્ક વધે તેવા પ્રયત્નો કરીશું. અને જયે તો તરત જ આ છેલ્લા વિષયમાં ૧૨૧ માર્ક આપીને નીચે લખી દીધું. વ્હાલા મમ્મી-પપ્પા, તમે એમ ન સમજશો કે તમે મને કાંઇ નથી આપ્યું. તમે મને જે આપ્યું છે તે આ દુનિયાના કોઇપણ મા-બાપે કદાચ તેના દિકરાને નહી આપ્યું હોય…! તમે આ અનોખી માર્કશીટ આપીને મારા જીવનની અનોખી સમજણ આપી છે જે મારા સ્કુલના વિષયોમાં ક્યારેય નથી મળતી. વિષયોમાં માર્ક લાવવાની સાથે વ્યવહારમાં પણ કેવી રીતે સારા માર્ક લાવવા તે તમે મને આ રીતે શીખવ્યું છે. તમે મને આ રીતે જ દર વર્ષે અનોખી માર્કશીટ આપતા રહેજો હું પણ સામે તમને મારી દરેક માર્કશીટ વધુ સારી બનાવવાનું પ્રોમિસ આપું છું. સ્ટેટસ સદગુણની પાછળ પરીક્ષાના ગુણ ખેંચાઇને આવે છે… જેમ સૂર્યનો પ્રકાશ ચો-તરફ વહેંચાઇને આવે છે...

Wednesday, May 1, 2019

બાળકોના રીઝલ્ટ ફેસબુક ઉપર મુકતા વાલીઓ માટે ખાસ

બાળકોના રીઝલ્ટ ફેસબુક ઉપર મુકતા વાલીઓ માટે ખાસ. વ્યક્તિનું જે કાર્યક્ષેત્ર હોય એના માર્ક્સ પરિણામ સ્વરૂપે જાહેર કરવા એ યોગ્ય નથી. દા.ત. એક પુરુષ તરીકે આપણને આપના વડીલ માર્ક્સ આપે. કેટલા નું ટર્ન ઓવર કર્યું 75% કેટલો નફો કર્યો 45 % ઉઘરાણી ના માર્ક્સ 50 % નવા ગ્રાહકો બનાવ્યા કે નહીં 80% ધધા સાથે પરિવારને સમય આપ્યો 42% અને સ્ત્રી તરીકે આપણા સાસુ માર્ક્સ આપે. મહેમાનને હસતા આવકાર આપો છો 55% ફરવામાં રસ છે 90% કચરા પોતા ની ક્વૉલિટી 70% સાસુને વડીલોને સન્માન 32% બાળકોનું ધ્યાન 85% નવું શીખવા માં રસ 30% વિચારો કે આપણા કાર્યક્ષેત્ર નું આવું રીઝલ્ટ ફેસબુક ઉપર કોઈ મૂકે તો??? ભણતર એ બાળકનું અંગત કાર્યક્ષેત્ર છે. એ જાહેરાત નો વિષય ન જ હોય શકે. રિઝલ્ટ આપણા બાળકનું હોય કે બીજાનું, બાળકોના સાઈકોલોજિસ્ટ ના મતે રીઝલ્ટ હંમેશા બાળકના મનમાં કાતો અપમાન અથવાતો હોશિયાર રહેવાનું પ્રેશર જ પેદા કરે છે. એક વાત ક્યારેય ન ભૂલવી કે ભારતમાં દર વર્ષે અંદાજે અધધ.. 65000 જેટલા વિદ્યાર્થીઓ ભણતર અને રિઝલ્ટના પ્રેશરથી આત્મહત્યા કરે છે. અને સમજવા જેવી બાબત એ છે કે ક્યારેય 35% વાળા આત્મહત્યા કરતાજ નથી. આપણા દ્વારા હોશિયાર બાળક ના રિઝલ્ટનું ફેસબુક અને અન્ય જગ્યાએ થયેલ પ્રદર્શન અને એના લીધે સમાજમાં એ બાળક કેટલું હોશિયાર છે એવી ઉભી થયેલી એની છાપ ના લીધે જ બાળકને 5-10 માર્ક્સ ઓછા આવતા ઘર અને સમાજને ફેસ કરવા કરતા એને તાપીમાં પડી જવું કે પંખા પર લટકી જવું વધુ સરળ લાગે છે. આ કોઈને હર્ટ કરવા નહીં પરંતુ બાળકને હર્ટ થતું અટકાવવા માટે છે. બાળકોના ઉછેર માટે મારુ આવું મંતવ્ય છે કે બાળકના ખરાબ રીઝલ્ટમાં અફસોસ વ્યક્ત કરવો નહીં તેમજ ખાસ ...સારા રિઝલ્ટને જાહેરમાં પ્રદર્શિત કરવું નહિ કે ખૂબ ઉત્સાહ બતાવી ગામને પાર્ટીઓ આપવી નહી. અત્યારના સમયમાં એ ખૂબ જરૂરી છે કે બાળકને સ્પષ્ટ એવો મેસેજ જવો જ જોઈએ કે મારા માતા પિતા માટે હું મહત્વનો છું મારું રીઝલ્ટ નહીં...

લોહીની સગાઈ

 લોહીની સગાઈ           રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...