Sunday, April 28, 2019

Cyber security

બોર્ડનું પરિણામ

બોર્ડનું પરિણામ બોર્ડની પરીક્ષાનું પરિણામ હવે નજીક છે.ગમે ત્યારે પરિણામની તારીખ અને પરિણામ જાહેર થઈ શકે છે.એટલે સૌ પહેલા તો સૌ વિદ્યાર્થીઓને બોર્ડનાં સારા પરિણામ માટે શુભેચ્છાઓ..! મિત્રો,બોર્ડની પરીક્ષા અને બોર્ડનું પરિણામ એ આપણાં જીવનની પરીક્ષા કે જીવનનું પરિણામ નથી.ભલે એનાં આધારે આપણાં જીવનની દિશા નક્કી થવાની હોય. બોર્ડનું પરિણામ હજી ન આવ્યું હોય કે તારીખ પણ જાહેર થઈ ન હોય ત્યારે પહેલા તો ઘરમાં એ બાબતની ચિંતા કે રોજની ચર્ચા કરવાની ટેવ છોડી દો.રોજ એનાં વિશે વિચારીને કે વાતો કરીને આપણું મગજ ખરાબ ન કરો.કારણકે આપણે પરિણામ બદલી શકવાના નથી,જે આવવાનું છે એ આવશે જ.અને જો ચિંતા કરીને પરિણામ તમે બદલી શકવાના હો તો અવશ્ય ચિંતા કરો,ના નથી. બીજું વાલીઓને કહેવાનું કે પરિણામ ન આવે ત્યાં સુધી બાળકોને ખુબ આનંદમાં રાખો.એમની સાથે બને ત્યાં સુધી પરિણામની ચર્ચા કરવી નહીં.અને પરિણામની વાત કરો તો પણ પરિણામની ચિંતા કરતા હો તેમ નહીં,પણ બાળકને પ્રોત્સાહન આપતાં હો તેમ વાતો કરો.કારણકે બાળકને સૌથી મોટી બીક પરિણામની કે બીજા કોઈની નહીં પણ પોતાના માતાપિતાની જ હોય છે.તેથી જો માતાપિતા તરીકે તમે જો બાળકને પ્રોત્સાહન આપશો,પરિણામ વિશે સારી અને પોઝિટિવ વાતો કરશો તો બાળક પણ નહીં મુંજાય. બોર્ડનું પરિણામ આવે ત્યાં સુધી બાળકને એમ જ કહેતાં રહેજો કે બેટા,ચિંતા કરશો નહીં.પરિણામ જે આવે તે.પરિણામ એ કાંઈ આપણી જીંદગી નથી.તારે મૂંઝાવું નહીં.અમે તારી સાથે છીએ.નાપાસ થઈશ તો પણ વાંધો નથી.એવાં ઘણાં લોકો છે જે પરીક્ષામાં નાપાસ થયાં હતાં છતા આજે જીવનમાં ખુબ આગળ છે.જેથી બાળકનો આત્મવિશ્વાસ વધશે,એની મોટી ચિંતા દુર થશે. અને હવે છેલ્લી વાત કે આ બધી વાતો ફક્ત પરિણામ હાથમાં આવે ત્યાં સુધીની જ નથી,પરિણામ જે આવે તે પણ બાળકને હંમેશા પ્રેમથી જ બોલાવજો.નબળું પરિણામ આવે તો પણ એનાં પર ગુસ્સો કરશો નહીં.શાંતિથી એને સમજાવીને પ્રેમ કરજો.પછી જો જો એ જીવનની ગાડી માટે સજ્જ થઈ જશે. માટે દરેક વાલીઓ અને બાળકોને એક નમ્ર નિવેદન કે પરિણામ લેવા જતી વખતે તેમજ પરિણામ પહેલાં આ બાબતોને જરૂર અનુસરો. ખરેખર,બોર્ડનું પરિણામ એ આપણી જીંદગી નથી એ વાત ખાસ યાદ રાખજો..

લોહીની સગાઈ

 લોહીની સગાઈ           રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...