Tuesday, November 26, 2019

ATM FRAUD

અમદાવાદમાં સાઈબર ક્રાઈમના ગુનામાં 45 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ વર્ષ 2017ના જારી કરેલા આંકડામાં આ ચોંકાવનારું તારણ રજૂ કર્યું છે. 2016માં સાઈબર ક્રાઈમને લગતી વિવિધ 77 ફરિયાદો નોંધાઈ હતી. જે 2017માં 112એ પહોંચી હતી. રાજ્યમાં સાઈબર ક્રાઈમની સૌથી વધુ ફરિયાદો અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદ પછીના ક્રમે સુરત આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સાઈબર ક્રાઈમની ફરિયાદોમાં 90 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી, એટીએમ ક્લોનિંગ, વન ટાઈમ પાસવર્ડની તફડંચી અને ખોટી રીતે પૈસા ઉપાડી લેવા જેવી ફરિયાદોનો સમાવેશ થાય છે. 2015માં આવી 242 ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે 2017માં વધીને 458 થઈ હતી. આમ બે વર્ષમાં 90 ટકા ફરિયાદો વધી ગઈ છે. લોકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે નિષ્ણાતે કેટલીક સલાહ આપી છે.
સાઈબર ગુનેગારો તમારા પરસેવાની કમાણી લૂંટી ન જાય તે માટે FSLના નિષ્ણાતે આટલી બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપી
જુદા જુદા ATMનો ઉપયોગ કરવાનું ટાળો
પૈસા ઉપાડવા જુદા જુદા એટીએમનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. કારણ કે, ક્યારેક એવું બની શકે કે કોઈક એટીએમમાં કેમેરા કે સ્કિમિંગ મશીન છૂપાવેલું હોય. નિયમિત રીતે જે એટીએમમાંથી પૈસા ઉપાડતા હોવ ત્યાંથી જ ઉપાડો.
ATMમાં કાર્ડ નાખતાં પહેલાં સ્લોટ ચેક કરો
એટીએમમાંથી પૈસા ઉપાડતાં પહેલાં કાર્ડ નાખવાનો સ્લોટ ખાસ ચેક કરો. આ સ્લોટની ડિઝાઈનમાં ફેરફાર લાગે તો પૈસા ન ઉપાડો. કારણ, આ સ્લોટની આસપાસ લગાડેલી ચીપ તમારા કાર્ડ-પિન નંબરની કોપી કરી લે છે. સૂક્ષ્મ કેમેરાથી ડેટાની ચોરી ન થાય તે જુઓ કાર્ડ નાખવાના સ્લોટની આસપાસ સૂક્ષ્મ કેમેરા સંતાડી તમારા કાર્ડની વિગતો તફડાઈ લેવાતી હોય છે. માટે સૌથી પહેલાં ચેક કરો કે કોઈ કેમેરા તો નથી. આ ઉપરાંત સ્લોટ આસપાસ કંઈપણ શંકાસ્પદ લાગે તો થોભી જાવ. મોબાઈલ પર આવતી અજાણી લિન્ક ન ખોલો મોબાઈલમાં આવતી ફીશિંગ લિન્કથી સાવધાન રહેવું. લોભામણી ઓફર કરતી આ લિન્ક પર ક્યારેય ક્લિક ન કરવી. કારણ કે, ક્લિક કરતાંની સાથે જ તમારા ડેટાની ચોરી થાય છે. આવો કોઈ મેઈલ આવે તો વેરિફાય કરો. લોભામણી ઓફરોથી ઠગાઈ થતી હોય છે ઘણી વખત વોટ્સએપ કે ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પર કોઈક વસ્તુ કે અમુક રૂપિયાનું વાઉચર ફ્રીમાં મળે છે તેવી ઓફર કરતી લિન્ક આવે છે. આ લિન્ક કદી ખોલવી નહીં. કારણ કે, આવી લિન્ક મારફતે તમારો ડેટા ચોરાય છે. ભળતાં નામે આવતી એપ ડાઉનલોડ ન કરો એપ સ્ટોરમાંથી ગેમ કે એપ ડાઉનલોડ કરતી વખતે આ એપ કે ગેમ સાચી છે કે નહીં તેની ખાતરી કરો. એવું બની શકે છે કે, એપ ડાઉનલોડ થઈ જાય તો તમારા મોબાઈલમાં રહેલા બેન્કના ડેટાની ઉઠાંતરી થઈ શકે છે. ઓનલાઈન શોપિંગમાં ડોમેઈન નેમ ચેક કરો ઓનલાઈન શોપિંગ કરતી વખતે ધ્યાન રાખવું કે કોઈપણ કંપનીનું નામ ડોમેઈનની આગળ જ હોય.દાખલા તરીકે www.companyname.com હોય પરંતુ www.companyname.xyz.com ક્યારેય ન હોઈ શકે. નેટ બેન્કિંગની એપ અપડેટ કરતા રહો મોબાઈલથી નેટ બેન્કિંગ કરતી વખતે ખાસ કાળજી લો કે, બેન્ક સમયે-સમયે જે એપ મોકલે છે તેને અપડેટ કરો. જૂની એપ સતત ચાલુ રાખવાથી ડેટાચોરીનું જોખમ વધે છે. અપડેટ થયેલી એપમાં બેન્કે કાળજી લીધી હોવાથી જોખમ ઘટે છે.

No comments:

Post a Comment

લોહીની સગાઈ

 લોહીની સગાઈ           રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...