ગુડ ટચ - બેડ ટચ
અહી નીચેનો ફોટો બતાવી ને પણ તમે એમને કહી શકો છો.
દરેક વાલી આ વાંચે અને અમલ કરે
સમય નો પ્રવાહ કઈ દિશા માં ફંટાયો છે, સમાજ માં ઘરેલું હિંસાઓ અને શોષણ ના દિન પ્રતિદિન બનતા બનાવો, ક્રાઈમ નો રેટ , લોકો ની વિકૃત માનસિકતા ને ના ઓળખવાની ક્ષમતા , મોબાઈલ બાળકો ના હાથ માં આવ્યો, આજુબાજુ નું વાતાવરણ , ટીવી ની અશ્લીલ જાહેરાતો અને દ્રશ્યો,આવા ઘણા બધા પરિબળો ને કારણે બાળકો માં એક ઉંમર કરતા પરિપકવતા વધી છે,ચોખ્ખા શબ્દો માં કહું તો સેકસ ની સમજ અત્યારે વહેલી આવે છે, નાના બાળકો પણ હવે મોબાઇલ માં આવી એડલ્ટ ફિલ્મો જોતા થઈ ગયા છે , જે ભવિષ્ય નો ક્રાઇમ રેટ થી માંડી યૌન શોષણની, બળાત્કાર ની ઘટનાઓ વધારશે એ નવાઈ ની વાત નથી રહી.
અહી વાત કરવી છે ગુડ ટચ અને બેડ ટચ ની , કારણ કે સૌથી વધારે યૌન શોષણ બાળકો નું થાય છે, એમને ચોકલેટ ને બહાને, અથવા ટ્રાવેલિંગ માં હોય, એકલા ઘરે રહેતા હોય ત્યારે અમુક વિકૃત મગજ ના માનવીઓ આવા બાળકો સાથે અશ્લીલ હરકતો કરતા હોય છે, બાળક જો ના સમજ હોય તો બિચારું કઈ સમજી ના શકે અને એ પણ દોરવાઈ જાય છે આ ગંદી હરકતો માં , સામે વાળો વ્યક્તિ તો એવોજ છે પણ આપણા બાળક ની ઝીંદગી સાથે રમ્યા કરે છે, તમને ખબર પડે ત્યાં સુધી તો ઘણું મોડું થઈ જાય છે.
માટે જ , બાળકો નું કાઉન્સિલિંગ કરવું જરૂરી છે, એટલે કે એમની સાથે આવી ચર્ચા કરવી અગત્ય ની છે, હું તો શાળા માં અને ઘર માં પણ બાળકો ને આ બાબતે હંમેશા સમજણ આપતો રહું છું, આપણે થોડા રૂઢિવાદી હોય એવું નથી લાગતું ? બાળકો સાથે આવી ચર્ચા કરાય ? જી , હા... બાળક ને જોડે બેસાડી એને પ્રેમ થી કહેવાય કે તને ચાલ આજે ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવું, અને ચાલુ કરો એનું કાઉન્સિલિંગ.
એને કહો કોઈ પ્રેમ થી ટચ કરે તો એના માં હૂંફ હોય લાગણી હોય જેમ કે મમ્મી તને કેવું વ્હાલ કરે છે , અને એવી જગ્યા એ જેમકે તારી છાતી માં, તારા પૃષ્ઠ ભાગે ( તમારે હાથ મૂકી બતાવવા નું) તારા આગળ ના ભાગે પેશાબ કરે છે એ ભાગે કોઈ અડે , જો એકવાર થઈ જાય તો ધ્યાને ના લેવું પણ વારંવાર કોઈ તારી સાથે આવું વર્તન કરે છે તો એ બેડ ટચ કહેવાય,કોઈ તમને ભેટે તો એ નોર્મલ છે, પણ વારંવાર આવું કરે તો એ બેડ ટચ છે, હવે તારો બોડીગાર્ડ એટલે હું , મને તારે તરત કહી દેવાનું કે મારી સાથે આવું થઈ રહ્યું છે,
આવું કરવું જરૂરી છે, સરકાર પણ આના માટે ગુડ ટચ અને બેડ ટચ નું કેમ્પેઇન ચલાવે છે, સમય ની સાથે બાળકો ને જેન્ડર સંબધી ચર્ચાઓ કરવી અતિ આવશ્યક છે, આશા રાખું છું મારી વાત તમારા બાળકો ના ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
Good information sir 😊
ReplyDeleteEffective information
ReplyDeleteVery informative article sir..
ReplyDeleteVery informative article sir.
ReplyDelete