Monday, May 30, 2022

લોહીની સગાઈ

 લોહીની સગાઈ


          રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેતેમ કરીને મોબાઈલ અપાવો.પપ્પા, મારા બધા મિત્રો મોબાઈલ લઈને ફરે છે.ને..હું..પપ્પા , હવે જે પગાર આવે એમાંથી મને મોબાઈલ અપાવજો નહિ તો હું!!.તેના પપ્પા વદનભાઈ, જે મધ્યમવર્ગના હતા.આ સાંભળી ગુસ્સે થઇ ગયા, “હા હા બોલ, નહિ તો શું ? બોલ શું કરશે ? જો બેટા, હું એક નાની કંપનીમાં સામાન્ય કારકુન છું .ને ફક્ત આઠ હજાર મારો પગાર છે. તું મારો એકનોએક દીકરો છે. તારા લાડકોડ પુરા કરવાની મારી ફરજ છે.પણ બેટા શું કરું? હું એટલો ભણેલો નથી કે મોટો સાહેબ નથી. તું સમજુ છે બેટા, હું તને સારી રીતે ભણાવી શકું કે જેથી તું મોટો થઈને મોટો માણસ બને. ને સારું કમાઈને આગળ વધે. એ સિવાય બીજું હું શું કરી શકું?  પણ રાજ આજે જીદે ભરાયો હતો.. એ જોરથી બોલવા લાગ્યો. એ સાંભળી રસોડામાંથી એની મમ્મી વિજયા બહાર આવી. બાપ દીકરાની વાતો સાંભળવા લાગી. રાજ જોરથી બરાડ્યો,” પપ્પા, તમારાથી કઈ થતું જ નથી.બસ ૧૦ વાગે જશોને ૬ વાગે ઘરે પાછા. ને ફરી તમારા દોસ્તોની સાથે ગલીના નાકે જઈ ઓટલે બેસી જશો બસ..” આ સાંભળી વિજયાબેન ગુસ્સામાં આવી બોલ્યા,” રાજ .. શું બોલે છે? તેનું તને ભાન છે? તારા પપ્પાની ઉમર ૫૪ વર્ષની છે. હજુ તારે શું કરાવવું છે? તું ૧૨માં ધોરણમાં ભણે છે. અત્યારે એની પરીક્ષામાં ધ્યાન આપ. મોબાઈલ તને હમણાં નહી મળે. બસ આ વાત અહિયાં બંધ કરો. અને બંને  જમવા ચાલો”.  રાજ ગુસ્સામાં બોલ્યો, “મમ્મી, પપ્પા ..સાંભળી લો , કોલેજમાં ભણાવવો હોય તો ૧૨મા પછી મને મોબાઈલ અપાવવો જ પડશે. ૨૦,૦૦૦ નો આવે છે ,પૈસાની સગવડ કરવા માંડજો નહિ તો હું ૧૨માં પછી નહિ ભણું”. કહીને જમ્યા વગર ઘરની બહાર જતો રહ્યો.

વદન 'ને વિજયાબેન દીકરા સામે લાચાર બની ગયા. બીજે દિવસે રાજ સ્કુલે જતો હતો. કોઈની સાથે વાત પણ ના કરી. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એના પપ્પાએ બોલાવ્યો “બેટા.??.” પણ રાજે તો એમની સામે પણ ન જોયું ને જતો રહ્યો.

           વદનભાઈ લાચાર બની ખુરશી પર ફસડાઈ પડ્યા.આંખમાં આંસુ આવી ગયા. એક બાજુ દીકરાની જીદ ને બીજી બાજુ પોતાની લાચારી અને ગરીબી.અમદાવાદની એક પોળમાં બે રૂમ રસોડાનું બાપદાદાનું મકાન હતું. એટલે સારું હતું. કુટુંબમાં ત્રણ જણ એટલે કરકસરથી ઘર ચાલી રહેતું. વદનભાઈ ખુરશીમાં ફસડાઈ પડ્યા. એ વિજયાએ રસોડામાંથી જોયું.દીકરાનો તિરસ્કાર સહન ન થયો. આંખમાં આંસુ હતા. પાણીનો ગ્લાસ લઇ વદનભાઈ પાસે આવી ખભે હાથ મુક્યો. વદનભાઈએ પત્ની સામે જોયું ને બોલ્યો,” શું થશે ? “ વિજયાબેને કહ્યું , “ જુઓ, તમે ગુસ્સો ન કરો.. તમારી તબિયત પર અસર થશે. જુવાન છોકરો છે એને સમજાવીશું . જીદથી અને ગુસ્સાથી કામ બગડશે...કઈક વિચારીશું. હજુ કોલેજમાં જવાની તો ૬ મહિનાની વાર છે ને? કાઈક કરીશું. હું સમજાવીશ એને .ચાલો તમે તૈયાર થઇ જાવ .ટીફીન બની ગયું છે. ઓફિસનો ટાઈમ થઇ જશે હમણાં . હું તમારા માટે ચા નાસ્તો બનાવી લાવું છું.

            ઓફિસમાં વદનભાઈનું ચિત્ત કામમાં ન લાગ્યું . વારેવારે દીકરો યાદ આવી જતો. એ વિચારવા લાગ્યા કે સાંજે ૬ થી ૯ કઈક કામ કરું તો દીકરાને ખુશી આપી શકું.. થોડી કરકસર વધુ કરીશ. કાલથી ઘરેથી થોડો વહેલો નીકળીશ ઓફીસ ચાલતો જઈશ એટલે રિક્ષાના પૈસા બચશે.ઓફિસમાં બપોરની ચા બંધ કરી દઈશ તો એના દસ રૂપિયા રોજના બચશે.એ મનોમન ખુશ થઇ ગયા. આજે સાંજે ચાલતા જ ઘરે જવાનું નક્કી કર્યું.ચાલતા ચાલતા ઘરે જતા રસ્તામાં એક બેકરી આવતી હતી.ત્યાં એક બોર્ડ જોયું.ત્યાં લખ્યું હતું, “પાર્ટ ટાઇમ ડીલીવરી મેન” ની જરૂર છે. ને એ ત્યાં બેકરીના મેનેજર પાસે  ગયા. ને બોલ્યા, “સાહેબ ??” ને પેલાએ ઊંચું જોયું ને કહ્યું,” અરે વદન તું ?? આવ આવ “ વદન એને જોઈ રહ્યો ને બોલ્યો , “ અરે જયેશ તું ?? “ જયેશ બહાર આવીને વદનને ભેટ્યો. ને અંદર એની કેબીનમાં લઇ ગયો. પાણી આપ્યું. ને નોકર પાસે કેક મંગાવીને પેક કરવા કહ્યું.એણે બહુ ના પાડી પણ જયેશ ના માન્યો..બંને મિત્રો  એ જૂની વાતો યાદ કરી . શાળા જીવનની વાતો કરી.વદને કહ્યું, “ હું તો વધારે ભણ્યો નથી. પણ દોસ્ત, મારે તારું કામ છે.તારી બેકરીમાં પાર્ટ ટાઇમ  જોબ માટે બોર્ડ માર્યું છે એ નોકરી તું મને અપાવી શકે?” એમ કહેતા એની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ. જયેશે કહ્યું. “ હા...પણ પહેલા એ કહે કેમ ? એકદમ શું જરૂર પડી ? “ અને વદનભાઈએ પોતાના દીકરાની વાત કરી 'ને કહ્યું.” મારે મારા દીકરાને ખુશ જોવો છે. એ આવતા વર્ષે કોલેજ જશે ત્યારે નવો મોબાઈલ લઇ ખુબ ખુશ થશે. “ જયેશે બધું વિચારી લીધું. 

ને કહ્યું, વદન.. કાલથી જ સાંજે ૬ થી ૯ સુધીની પાર્ટ ટાઇમની નોકરી પર આવી જજે.રોજ સાંજે હોમ ડીલીવરીના ઓર્ડર આવે છે તારે પીઝા, કેકની ડીલીવરી કરવા જવાનું . મહીને ૩૦૦૦ રૂપિયા મળશે.” વદનભાઈ રાજી થઇ ગયા..ઘરે જઈ પત્નીને બુમ પાડી . વિજયા બહાર આવી.એણે કહ્યું, કેમ આટલા ખુશ છો ? વદનભાઈએ ઇશારાથી પૂછ્યું,” રાજ ક્યાં છે?” વિજયાએ કહ્યું ,” હમણાં જ વાંચીને થોડીવાર માટે બહાર ગયો છે .” એણે વિજયાને પાર્ટ ટાઇમ જોબની વાત કરી. વિજયા વદનભાઈની સામે આંસુ સભર આંખે જોઈ રહી.બીજા દિવસથી જ પાર્ટટાઇમ જોબ શરુ કરી દીધી.તો વિજયાએ ઘરમાં પાપડ ' ને અથાણું બનાવી વેચવાનું શરુ કર્યું. પતિપત્ની બંને દીકરાના લાડકોડ પુરા કરવા મહેનત કરવા લાગ્યા.

એક દિવસ રાજે કહ્યું, “મમ્મી, પપ્પા કેમ રોજ મોડા આવે છે ?” વિજયાએ કહ્યું . “ ઓવર ટાઇમ કરે છે અને ચાલતા ઘરે આવે છે એટલે મોડું થઇ જાય છે. રાજ "હમમ" કહી વાંચવા બેસી ગયો. બારમાની પરીક્ષા નજીક આવતી હતી. સ્કુલે જવાનું નહોતું.તે ઘરે બેસી ને જ વાંચતો.ખુબ જ મહેનત કરતો. હોશિયાર હતો.

વાંચતા વાંચતા એનું ધ્યાન જતું..મમ્મી અથાણા પાપડ બનાવી લોકોને વેચે છે. લોકો ઘરે જ લેવા આવતા. એક દિવસ એણે મમ્મીને કહ્યું,” મારા દોસ્તની બર્થ ડે છે હું સાંજે જવાનો છું. મારું જમવાનું નહી બનાવતી”. ને સાંજે તૈયાર થઇ દોસ્તની બર્થ ડે પાર્ટીમાં જતો રહ્યો. સંજોગોવશાત એ જ પાર્ટીમાં વદનભાઈને કેક પીઝાની ડીલીવરી કરવા જવાનું થયું. ડીલીવરીમેનનો યુનિફોર્મ પહેરી ,કેક પીઝાના પેકેટ્સ લઇ.. સરનામું શોધી આપવા ગયા.. બધા મિત્રો ભેગા થયા હતા. રાજ પણ હતો. 

          વદનભાઈએ બેલ વગાડી....બારણું રાજે જ ખોલ્યું. સામે જ પોતાના પપ્પાને જોયા.  તે તરત અંદર જતો રહ્યો . સોફા પર બેસી ગયો. તેના દોસ્તની બર્થ ડે હતી. એણે રાજના પપ્પાને કહ્યું,” એય..કેક ને પીઝા પેલા ટેબલ પર મૂકી દે . વદનભાઈના હાથમાં પાંચ પીઝાના પેકેટ અને એક મોટું કેકનું પેકેટ હતું. તે ધીમેથી ચાલતા ટેબલ તરફ જવા લાગ્યા . રાજ પોતાના પપ્પાને ત્રાંસી નજરે જોઈ રહ્યો. તેના દોસ્તો રાજના પપ્પાને ઓળખતા ન હતા. રાજ ખુબ જ લાચારીથી, ચુપચાપ જોઈ રહ્યો.એવામાં રાજનો એક દોસ્ત વદનભાઈ સાથે અથડાયો , ને પીઝાના પેકેટ નીચે પડી ગયા. વદનભાઈ પણ નીચે પડી ગયા. રાજના દોસ્તને ગુસ્સો આવ્યો તે ગુસ્સામાં વદનભાઈ તરફ ધસ્યો ને કોલર પકડીને કહ્યું, “એય બુઢા, કામ ન થતું હોય તો ઘરે બેસ “ કહી મારવા માટે હાથ ઉપાડ્યો....આ જોઈને રાજ સોફા પરથી દોડતો આવ્યો...પોતાના પપ્પાને ઉભા કરી એકબાજુ ખુરસી પર બેસાડ્યા ને પછી પોતાના દોસ્તને કોલર પકડી ખેંચીને એક તમાચો માર્યો.બધા દોસ્તો અવાક થઇ ગયા. પછી ધીમેથી રાજ બોલ્યો,” દોસ્ત, મને માફ કર. આ બુઢો, આ ડીલીવરીમેન મારા પપ્પા છે..” કહીને પપ્પાનો હાથ પકડી નીચે ઉતરી ગયો...ઘરે આવીને માબાપના પગમાં પડી ગયો.ને ચોધાર આંસુએ રડવા લાગ્યો. ને બોલ્યો..” પપ્પા, મને માફ કરી દો “ કહી પપ્પાને ભેટી પડ્યો ..”મારી ભૂલ હું સુધારીશ ….પપ્પા, પરીક્ષા પછી હું ડીલીવરીમેન બની કામ કરીશ. મમ્મી ...તારા અથાણા, પાપડ પણ હું આપવા જઈશ..હું જાતે કમાઇશ ..મારે મોબાઈલ નથી જોઈતો ...હું ખુબ ભણીશ.. કમાઇશ 'ને મારા મા બાપુને સુખી કરીશ...”

         વદન અને વિજયા દીકરાના હ્રદય પરિવર્તન ને જોઈ રહ્યાં .દીકરાના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા . આજે લોહીની સગાઈ જીતી ગઈ..

Friday, May 27, 2022

એવામાં એ જાણવું જરૂરી છે કે પરમાણુ બોમ્બ આખરે હોય છે શું? તેની પાછળનું સાયન્સ શું છે? અને કેમ તેના ઉપયોગથી દુનિયા ખતમ થવાનો છે ખતરો?

 



















એવામાં એ જાણવું જરૂરી છે કે પરમાણુ બોમ્બ આખરે હોય છે શું? તેની પાછળનું સાયન્સ શું છે? અને કેમ તેના ઉપયોગથી દુનિયા ખતમ થવાનો છે ખતરો?

પરમાણુ હથિયાર કે ન્યુક્લિયર વેપન સામૂહિક વિનાશના એવા હથિયાર હોય છે, જે તબાહી મચાવવા માટે ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ કરે છે.

પરમાણુ હથિયાર પાછળનું સાયન્સ શું છે? તેના માટે સૌપ્રથમ પરમાણુને સમજવો જરૂરી છે.

જૂઓ આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં દરેક ચીજ અણુઓથી બનેલી છે. અને અણુ બનેલા હોય છે પરમાણુથી. પરમાણુમાં ત્રણ અગત્યના કણ હોય છે-ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન.

તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં એકબીજા સાથે બંધાયેલા રહે છે. આ કેન્દ્રને ન્યુક્લિયસ કે નાભિક કહે છે. જ્યારે ઈલેક્ટ્રોન આ ન્યુક્લિયસની ચોતરફ એવી રીતે ચક્કર લગાવે છે જેમ પૃથ્વી સહિત બાકીના ગ્રહો સૂરજની આસપાસ ઘૂમે છે.

માઈક્રોસ્કોપથી પણ મુશ્કેલીથી જોઈ શકાતા પરમાણુઓમાં અમર્યાદિત એનર્જી છૂપાયેલી હોય છે. તેને બે પ્રકારે કાઢી કે ઉપયોગમાં લઈ શકાય છે.

પ્રથમ રીત છે કે પરમાણુના ન્યુક્લિયસને તોડીને. બીજી રીત છે બે પરમાણુઓના ન્યુક્લિયસને પરસ્પર જોડીને. બંને રીતમાં ખૂબ વધારે એનર્જી નીકળે છે.

કોઈ પરમાણુના ન્યુક્લિયસના તોડવા માટે તલવારની જેમ ન્યુટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ટેકનીકથી ન્યુક્લિયસ પર ન્યુટ્રોનની બોમ્બવર્ષા કરતા જ ન્યુક્લિયસ તૂટી જાય છે અને તેમાંથી ખૂબ વધારે એનર્જી નીકળે છે.

હવે તૂટેલા ન્યુક્લિયસથી નીકળનારા ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસ સાથે ટકરાય છે અને વધુ એનર્જી નીકળે છે. આ પ્રકારની આ પ્રોસેસ એક ચેઈન રિએક્શન બની જાય છે અને તેમાંથી જોરદાર ઊર્જા નીકળે છે.

આ ટેકનીકને ન્યુક્લિયર ફિઝન કે પરમાણુ વિખંડન કહે છે. તેમાં એક મોટા પરમાણુના ન્યુક્લિયસના બે નાના અણુ તોડે છે. આ રીતે કરવામાં આવેલા વિસ્ફોટને પરમાણુ બોમ્બ કહે છે.

આનાથી ઉલટું જ્યારે આપણે બે હળવા પરમાણુના ન્યુક્લિયસને જબરદસ્તીથી જોડીને મોટું ન્યુક્લિયસ બનાવે છે તો તેને ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે પરમાણુ સંલયન કહે છે. આ પ્રોસેસમાં પણ ભારે માત્રામાં એનર્જી નીકળે છે.

આ ટેકનીકથી કરાનારા વિસ્ફોટને હાઈડ્રોજન બોમ્બ કહે છે. જો કે સામાન્ય બોલચાલમાં બંને પ્રકારના હથિયારોને પરમાણુ હથિયાર કહે છે.

હાઈડ્રોજન બોમ્બમાં પરમાણુ બોમ્બના મુકાબલે અનેક ગણી વધુ એનર્જી નીકળે છે. હાઈડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કરવા માટે ખૂબ હાઈ ટેમ્પ્રેચરની જરૂરિયાત હોય છે. તેના માટે પ્રથમ પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કરે છે અને તેનાથી પેદા થનારું હાઈ ટેમ્પ્રેચરનો ઉપયોગ ન્યુક્લિયર ફ્યુઝન માટે કરવામાં આવે છે. આથી એવા પરમાણુ હથિયારોને થર્મોન્યુક્લિયર બોમ્બ પણ કહે છે.

તોડવા અને જોડવાની આ બંને પ્રોસેસ આસાન થાય તેથી જ યુરેનિયમ અને પ્લુટોનિયમ જેવી હેવી મેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે, કેમકે આ પ્રકારના હેવી મેટર અનસ્ટેબલ હોય છે.

ક્યારે બન્યો પ્રથમ પરમાણુ બોમ્બ, ક્યારે થયો ઉપયોગ?

અમેરિકન વૈજ્ઞાનિક રોબર્ટ ઓપનહીમરને પરમાણુ બોમ્બનો પિતાકહેવામાં આવે છે.

·         16 જુલાઈ 1945ને અમેરિકાના ન્યુ મેક્સિકોમાં થયું દુનિયાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ ઓપનહીમરની દેખરેખમાં થયું હતું.

·         પ્રથમ પરમાણુ પરીક્ષણથી 19 કિલોટન TNTને સમાન વિસ્ફોટ થયો હતો અને તેનાથી 300 મીટરથી વધુ પહોળો ખાડો બની ગયો હતો.

·         પ્રથમ પરમાણુ પરીક્ષણના વિસ્ફોટ બાદ ઓપનહીમરે કહ્યું હતું કે તેમના મનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો એ વિચાર આવ્યો હતો-હવે હું મૃત્યુ બની ગયો છું, દુનિયાનો વિનાશક.

·         પ્રથમ પરમાણુ પરીક્ષણના માત્ર એક મહિના પછી જ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર દુનિયામાં પ્રથમવાર પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

હિરોશિમા પર ફેંકવામાં આવ્યો પરમાણુ બોમ્બ
દુનિયામાં પ્રથમવાર પરમાણુ બોમ્બનો ઉપયોગ 06 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના શહેર હિરોશિમા પર અમેરિકાએ કર્યો હતો. પોતાના લાંબા અને પાતળાના આકારના કારણે હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બને લિટલ બોયનામ આપ્યું હતું. તેમાં યુરેનિયમ 235નો ઉપયોગ થયો હતો. એ પરમાણુ બોમ્બમાં 64 કિલોગ્રામ યુરેનિયમ 235નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના વિસ્ફોટથી 15 હજાર ટન TNTનો વિસ્ફોટ થયો હતો. હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બથી 70 હજાર લોકોના તરત જ મોત થઈ ગયા હતા, જ્યારે તેના રેડિએશનથી ઘાયલ થવાથી થોડા જ મહિનામાં ઓછામાં ઓછા 76 હજાર વધુ લોકો માર્યા ગયા હતા.

નાગાસાકી પર ફેંકવામાં આવ્યો પરમાણુ બોમ્બ
હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બની તુલનામાં નાગાસાકી પર ફેંકવામાં આવેલો પરમાણુ બોમ્બ વધુ ગોળ અને જાડો હતો. તેને ફેટમેનનામ આપવામાં આવ્યું હતું. આ પરમાણુ બોમ્બના મેટેરિયરમાં પ્લુટોનિયમ 239નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્લુટોનિયમ 239ના ન્યુક્લિયર ફિશનથી થયેલા આ પરમાણુ વિસ્ફોટથી 21 હજાર ટન TNTનો વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ હુમલાથી લગભગ 40 હજાર લોકોના તરત જ મોત થઈ ગયા હતા જ્યારે તેના રેડિએશનથી ઘાયલ થયેલા લગભગ 30 હજાર લોકોના થોડા મહિના પછી મોત થયા હતા.

લાખો લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે પરમાણુ બોમ્બ
પરમાણુ હથિયાર પૃથ્વી પરના સૌથી ખતરનાક હથિયાર છે. આ હથિયાર સમગ્ર શહેરને તબાહ કરી શકે છે, લાખો લોકોને મારી શકે છે. તેની અસર પર્યાવરણ અને આવનારી પેઢીઓ પર લાંબા સમય સુધી રહે છે. તેનાથી ધરતી પર જીવનના અસ્તિત્વ પર જ ખતરો પેદા થઈ જાય છે.

·         પરમાણુ બોમ્બ વિસ્ફોટ પછી તેની આસપાસના વિસ્તારનું તાપમાન અનેક કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય છે.

·         પરમાણુ બોમ્બના વિસ્ફોટથી એક મોટા વિસ્તારમાં પેદા થયેલી ગરમી માણસના તમામ ટીશ્યુને વરાળ બનાવી દે છે.

·         કોઈ બિલ્ડિંગમાં આશરો લેનારા લોકો વિસ્ફોટથી પેદા થયેલા શૉક વેવ અને ગરમીથી માર્યા જાય છે, કેમકે ઈમારત તૂટી પડે છે અને તેમાં રહેલા તમામ જ્વલનશીલ પદાર્થોમાં આગ લાગી જાય છે.

·         અંડરગ્રાઉન્ડ સ્થળમાં આશરો લેનારા લોકો ભલે આગથી બચી જાય પરંતુ તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન ખતમ થવાથી ગૂંગળાઈને મરી જશે.

·         બધુ મળીને પરમાણુ બોમ્બના વિસ્ફોટ પછી માણસ ગમે ત્યાં છૂપાય, તેનું બચવું લગભગ અસંભવ હોય છે.

·         પરમાણુ બોમ્બ વિસ્ફોટથી જે લોકો બચી પણ જાય છે, તેઓ પણ ઘાતક રેડિએશનથી દાઝી જાય છે, આંધળા થઈ જાય છે, તેમને ઘાતક આંતરિક ઈજા થાય છે.

·         આ વિસ્ફોટથી નીકળનારા રેડિએશનથી કેન્સરનું જોખમ ખૂબ વધી જાય છે. વિસ્ફોટથી પ્રભાવિત વિસ્તારોમાં 20 વર્ષ પછી પણ લોકો અપંગ પેદા થાય છે. એટલે સુધી કે એ વિસ્તારના ઝાડપાન પણ યોગ્ય રીતે ઉછરી શકતા નથી અને પાકની ઉપજ પણ પ્રભાવિત થાય છે.

·         પરમાણુ બોમ્બ જળવાયુ અને વાતાવરણ પર કોઈપણ અન્ય હથિયારથી વધુ ખરાબ અસર કરે છે. રેડ ક્રોસનું અનુમાન છે કે પરમાણુ યુદ્ધ થવા પર દુનિયાની એક અબજની જનસંખ્યા ભૂખમરાથી પ્રભાવિત થઈ શકે છે.

પરમાણુ બોમ્બના વિસ્ફોટ પછી માણસ ગમે ત્યાં છૂપાય, તેનું બચવું લગભગ અસંભવ હોય છે.

પરમાણુ બોમ્બથી અનેક ગણા ઘાતક હોય છે હાઈડ્રોજન બોમ્બ
હાઈડ્રોજન બોમ્બ પરમાણુ બોમ્બથી પણ હજાર ગણો વધુ ઘાતક હોય છે અને સમગ્ર દુનિયાના તબાહ કરવાની ક્ષમતા રાખે છે. દુનિયાના પ્રથમ હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ અમેરિકાએ 01 નવેમ્બર 1952ના રોજ માર્શલ દ્વિપ પર સ્થિત એક નાના એનિવેતોક નામના દ્વિપ પર કર્યો હતો. આ વિસ્ફોટથી અનેક 10 હજાર મેગાટન TNT એનર્જી રિલીઝ થઈ.

આ વિસ્ફોટથી સૂર્યના પ્રકાશથી પણ ચમકદાર પ્રકાશ નીકળ્યો અને તેમાંથી નીકળેલા હિટવેવનો અનુભવ 50 કિમી દૂર સુધી થયો હતો.

દુનિયામાં હવે અનેક ગણા વધુ ઘાતક પરમાણુ હથિયારો છે
આધુનિક પરમાણુ હથિયારોની સામે હિરોશિમા અને નાગાસાકી પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કોઈ વિસાતમાં નથી. હવે રશિયા અને અમેરિકા પાસે દુનિયાને અનેકવાર ખતમ કરવાની ક્ષમતાવાળા પરમાણુ હથિયારો છે.

ઉદાહરણ તરીકે અમેરિકા પાસે સૌથી શક્તિશાળી પરમાણુ હથિયાર B83 હાઈડ્રોજન બોમ્બ છે, જે 1.2 મેગાટનનો વિસ્ફોટ કરી શકે છે અને નાગાસાકી પર ફેંકાયેલા પરમાણુ બોમ્બથી 60 ગણો વધુ શક્તિશાળી છે.

જ્યારે સોવિયેત યુનિયન દ્વારા બનાવાયેલ ટીસાર બોમ્બા (Tsar Bomba) અત્યાર સુધીનું સૌથી ઘાતક પરમાણુ હથિયાર છે. પરીક્ષણમાં તેનાથી 50 મેગાટનનો વિસ્ફોટ થયો હતો અને આ નાગાસાકી પર ફેંકવામાં આવેલા બોમ્બથી 2500 ગણો શક્તિશાળી હતો. રશિયા પાસે હવે આ ઘાતક પરમાણુ બોમ્બનું મોડર્ન વર્ઝન RDS-220 Tsar Bomba નામથી હાજર છે, જેની ક્ષમતા જૂના બોમ્બથી બમણી છે.

 

Thursday, May 19, 2022

Google

 ગુગલ મેપ્સ:


શું તમે ક્યારેય નોંધ્યું છે કે જો તમે ખોટો વળાંક લો છો તો ગુગલ મેપ્સ તમારા પર ક્યારેય બૂમો પાડતું નથી કે તમારી નિંદા કરતું નથી ?


તે ક્યારેય પોતાનો અવાજ ઊંચો નથી કરતું, એ એમ નથી કહેતું કે, “તારે છેલ્લા ક્રોસિંગ પર ડાબી બાજુએ જવાનું હતું, મૂરખ ! 


હવે તારે આજુબાજુનો લાંબો રસ્તો પસાર કરવો પડશે અને એ તારો ખૂબ સમય ખાઈ જશે અને તને તારી મીટિંગ માટે ખૂબ મોડું થઈ જવાનું છે !


 કઈંક ધ્યાન આપતા શીખ અને મારી સૂચનાઓ સાંભળતો જા, બરાબર ને ?”


જો તે આવું કરે, તો સંભવ છે કે આપણામાંથી ઘણા તેનો ઉપયોગ કરવાનું બંધ કરી શકે છે. 


પરંતુ ગુગલ એવું નથી કરતું, ફક્ત રી-રૂટ કરે છે અને તમને ત્યાં પહોંચવાની આગલી શ્રેષ્ઠ રીત બતાવે છે.


તેનો પ્રાથમિક રસ તમને તમારાં ધ્યેય સુધી પહોંચાડવાનો છે, ભૂલ કરવા બદલ તમારું અપમાન કરવામાં નહીં.

આ એક સરસ પદાર્થપાઠ છે... 


આપણે એ શીખવાનું છે કે જેમણે ભૂલ કરી છે, ખાસ કરીને જેમની સાથે આપણે નજીક છીએ અને પરિચિત છીએ તેમના પર આપણી હતાશા અને ગુસ્સો ઉતારવો એ અનિચ્છનીય છે. 


યોગ્ય તો એ જ છે કે એ વ્યક્તિને સમસ્યાને ઠીક કરવામાં મદદ કરવી, દોષ ન આપવો.


શું તમારી પાસે તાજેતરમાં રી-રુટીંગની ક્ષણો છે ?

 બીજા સાથે અને તમારા પોતાના સાથે પણ ?


તમારાં બાળકો, કુટુંબીજનો, ટીમના સાથીઓ અને તમારા માટે મહત્વનાં હોય તેવાં તમામ લોકો માટે ગુગલનો નકશો બનીએ.

Sunday, February 20, 2022

યુવાન

  યુવાન

   આપણે સૌ જાણીએ છીએ યુવાન એટલે શું. આપણે સૌ જાણીએ છીએ કે યુવાનની એટલે શું. પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે યુવાન એટલે કોણ ? હા મિત્રો સાચું વાંચ્યું યુવાન એટલે કોણ ? કોને યુવાન કેહવો ? શું યુવાનની ઉંમર થી નક્કી થાય છે ?

      ના,યુવાન એટલે બોલેલુ, ધારેલુ કરવાની શક્તિ જેનામાં છે તે એટલે યુવાન, પણ આજના યુવાનમાં એવુ કઇ જ નથી. આજનો યુવાન ખલાસ થઇ ગયો છે. આજના યુવાન પાસે કોઇ લક્ષ્ય નથી. આજનો યુવાન તો લારી ને ગલ્લા પર જ દેખાય છે. આજના યુવાનને એ નથી પડી કે એની આજુબાજુ શું થાય છે, એ એની મસ્તીમાં જ રમતો રહ્યો છે. આજના યુવાનને કદાચ એ પણ ના ખબર હશે કે યુવાન શુ છે. હા,એટલી ખબર હશે કે અમુક ઉંમરમાં માણસ યુવાનીમાં પ્રવેશ કરે છે

       યુવાન એવો હોવો જોઈએ કે એ કે કાઇ પણ કરે તો તેની પ્રતિષ્ઠા વધે. પછી ના કે કોઇ પણ શરત રમે અને કરે. તે તો એક દેખાવ થઇ જાય. એમ પણ આજના યુગમાં યુવાન તો દેખા-દેખીમાં જ તો જીવે છે. આની પાસે આવુ છે મારી પાસે કેમ નથી. યુવાન પાસે કોઇ લક્ષ્ય નથી. અને લક્ષ્ય પણ એવા હોય છે કે જે આજે આ તો કાલે બીજુ. આજનો યુવાન ક્રિકેટ બોલ જેવો થઇ ગયો છે જે બધાના હાથમાં ફરતો જ રહ્યો છે. કોઇ પણ એનો ઉપયોગ કરે પછી નાખી દેવામાં આવે છે. આજના યુવાનમાંથી યુવાની નીકળી ગઇ છે. યુવાન રોજને રોજ લાચાર બનતો જાય છે. આજના યુવાન પાસે આત્મવિશ્વાસ નથી. આજ નાં યુવાન ની ઓળખાણ માત્ર insta ની id અને facebook ની storie. સવાર થી ઉઠી ને બ્રશ કરવાનું અને 1.5 gb પુર્ણ કરવાનું.

      યુવાની એવી જેમાં યુવાને પોતાના જીવનનુ ઘડતર કરવાનુ હોય છે. ગણા એવુ કહે છે કે યુવાનીમાં તો જલસા હોય પણ જે કાર્યો યુવાનીમાં કરી નાખ્યા હોય તે આપણે વૃદ્ધ થયા પછી કરવાના નથી. યુવાનીમાં જ આપણે આપણી છબી એવી શ્રેષ્ઠ બનાવી દેવાની કે જેથી પાછળ જતા પસ્તાવો ના થાય. યુવાન તરીકે આપણા ફેમિલી, સમાજ, દેશ માટે એવા કાર્યો કરવા કે જે આપણા જીવનનો વિકાસ કરે છે. જેથી કરીને આવનાર ભવિષ્યમાં બધા આપણને આદર્શ બનાવે

       જીવનમાં એક વાત યાદ રાખવી કે આપણુ કરેલુ આપણને જ પાછળ જતા કામ આવે છે. આપણે પણ આગલા જન્મમાં સારા કામો કર્યા હશે જેથી આપણને માનવ તરીકે જન્મ મળ્યો તો આપણે આ જીવનને સમજવું જોઇએ. અને દરેક કાર્યની નોંધ ભગવાન લે છે. જેથી જીવનમાં સારા જ કાર્યો કરવા કોશીશ કરવી જોઇએ.

      જીવનમાં દરેક કાર્ય કરતા ઉતાર-ચઢાવ તો આવવાના જ તો એમાં નાશી-પાસ ના થતા આપણી સાથે ભગવાન છે એમ સમજીને સારા કાર્ય કરવા જોઇએ. આપણા સારા કાર્યની નોઘ સમાજમાં કોઇ ના લે તો કઇ નહી પણ ભગવાન તો લે છે એ વાત ધ્યાન રાખવી અને જીવન શ્રેષ્ઠ બનાવવુ જોઇએ.

      


Friday, February 18, 2022

ગુડ ટચ - બેડ ટચ

 ગુડ ટચ - બેડ ટચ  

અહી નીચેનો ફોટો બતાવી ને પણ તમે એમને કહી શકો છો.











દરેક વાલી આ વાંચે અને અમલ કરે

   

     સમય નો પ્રવાહ કઈ દિશા માં ફંટાયો છે, સમાજ માં ઘરેલું હિંસાઓ અને શોષણ ના દિન પ્રતિદિન બનતા બનાવો, ક્રાઈમ નો રેટ , લોકો ની વિકૃત માનસિકતા ને ના ઓળખવાની ક્ષમતા ,  મોબાઈલ બાળકો ના હાથ માં આવ્યો, આજુબાજુ નું વાતાવરણ , ટીવી ની અશ્લીલ જાહેરાતો અને દ્રશ્યો,આવા ઘણા બધા પરિબળો ને કારણે બાળકો માં એક ઉંમર કરતા પરિપકવતા વધી છે,ચોખ્ખા શબ્દો માં કહું તો સેકસ ની સમજ અત્યારે વહેલી આવે છે, નાના બાળકો પણ હવે મોબાઇલ માં આવી એડલ્ટ ફિલ્મો જોતા થઈ ગયા છે , જે ભવિષ્ય નો ક્રાઇમ રેટ થી માંડી યૌન શોષણની, બળાત્કાર ની ઘટનાઓ વધારશે એ નવાઈ ની વાત નથી રહી.

           

             અહી વાત કરવી છે ગુડ ટચ અને બેડ ટચ ની , કારણ કે સૌથી વધારે યૌન શોષણ બાળકો નું થાય છે, એમને ચોકલેટ ને બહાને, અથવા ટ્રાવેલિંગ માં હોય, એકલા ઘરે રહેતા હોય ત્યારે અમુક વિકૃત મગજ ના માનવીઓ આવા બાળકો સાથે અશ્લીલ હરકતો કરતા હોય છે, બાળક જો ના સમજ હોય તો બિચારું કઈ સમજી ના શકે અને એ પણ દોરવાઈ જાય છે આ ગંદી હરકતો માં , સામે વાળો વ્યક્તિ તો એવોજ છે પણ આપણા બાળક ની ઝીંદગી સાથે રમ્યા કરે છે, તમને ખબર પડે ત્યાં સુધી તો ઘણું મોડું થઈ જાય છે.


             માટે જ , બાળકો નું કાઉન્સિલિંગ કરવું જરૂરી છે, એટલે કે એમની સાથે આવી ચર્ચા કરવી અગત્ય ની છે, હું તો શાળા માં અને ઘર માં પણ બાળકો ને આ બાબતે હંમેશા સમજણ આપતો રહું છું, આપણે થોડા રૂઢિવાદી હોય એવું નથી લાગતું ? બાળકો સાથે આવી ચર્ચા કરાય ? જી , હા... બાળક ને જોડે બેસાડી એને પ્રેમ થી કહેવાય કે તને ચાલ આજે ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવું, અને ચાલુ કરો એનું કાઉન્સિલિંગ.


          એને કહો કોઈ પ્રેમ થી ટચ કરે તો એના માં હૂંફ હોય લાગણી હોય જેમ કે મમ્મી તને કેવું વ્હાલ કરે છે , અને એવી જગ્યા એ જેમકે તારી છાતી માં, તારા પૃષ્ઠ ભાગે ( તમારે હાથ મૂકી બતાવવા નું) તારા આગળ ના ભાગે પેશાબ કરે છે એ ભાગે કોઈ અડે , જો એકવાર થઈ જાય તો ધ્યાને ના લેવું પણ વારંવાર કોઈ તારી સાથે આવું વર્તન કરે છે તો એ બેડ ટચ કહેવાય,કોઈ તમને ભેટે તો એ નોર્મલ છે, પણ વારંવાર આવું કરે તો એ બેડ ટચ છે, હવે તારો બોડીગાર્ડ એટલે હું , મને તારે તરત કહી દેવાનું કે મારી સાથે આવું થઈ રહ્યું છે,


           આવું કરવું જરૂરી છે, સરકાર પણ આના માટે ગુડ ટચ અને બેડ ટચ નું કેમ્પેઇન ચલાવે છે, સમય ની સાથે બાળકો ને જેન્ડર સંબધી ચર્ચાઓ કરવી અતિ આવશ્યક છે, આશા રાખું છું મારી વાત તમારા બાળકો ના ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.




Tuesday, November 26, 2019

Fight against cybercrime

Fight against cyber crime
લાંબા સમયથી એન્ડ્રોઈડ પ્લેટફોર્મમાં ડેટા લીક અને હેકિંગનો ખતરો બનેલો છે. હેકર્સ સતત આ પ્લેટફોર્મ પર એપ્સ મારફતે લોકોને નિશાન બનાવતાં આવ્યા છે. હાલમાં જ આવેલી ચેક પોઈન્ટ રિસર્ચની રિપોર્ટ સામે આવી છે. જેમાં લગભગ 19 એન્ડ્રોઈડ એપ્સમાં સિક્યોરિટીમાં છીંડા જોવા મળે છે.
ચેક પોઈન્ટ રિસર્ચ અનુસાર મેલવેયરવાળા એપ્સનાં ડેવલપર્સે ખામીઓ હોવા છતાં તેને ફરીથી સુધારી નથી. તો વિશેષજ્ઞોનું માનવું છે કે, હેકર્સ આ એપમાં એક કમાન્ડ આપીને યુઝર્સનાં ડેટા સરળતાથી હેક કરી શકે છે.
આ એપ્સમાં છે સિક્યોરિટીનું જોખમ
LiveXLive, Moto Voice BETA, Yahoo! Transit, Yahoo! Browser, Yahoo! Map, Yahoo! Car Navigation, Facebook, Messenger, SHAREit, Mobile Legends: Bang Bang, Smule- The #1 Singing, JOOX Music, WeChat, AliExpress, Video MP3 Converter, LAZADA, Viva Video, Retrica, Tuneln
આ એપ્સમાં જે ખામીઓ સામે આવી છે, હેકર્સ તેનો લાભ ઉઠાવીને તમારા ફોનમાંથી ફોટા અને વીડિયો લીક કરી શકે છે. સાથે જ આ લીકની તમને ખબર પણ નહીં પડે. દિગ્ગજ કંપની ગુગલે વાયરસવાળી આ એપ્સને લઈ તપાસ શરૂ કરી છે. તો ફેસબૂકે કહ્યું કે, આ ખામીઓને કારણે યુઝર્સનાં ડેટાને બિલ્કુલ નુકસાન નહીં થાય. બીજી બાજુ ઈન્સ્ટાગ્રામે પણ યુઝર્સ માટે સિક્યોરિટી પેચ લોન્ચ કર્યું છે.
ગુગલે ઓક્ટોબર મહિનામાં જ Feel Camera HD, Filter Photo Frame, Lens Flares, Magic Effect અને QR Code Scanner જેવી એપ્સને પોતાના પ્લેટફોર્મ પરથી ડિલિટ મારી દીધી હતી.
Fight against cyber crime

બંધારણ દિવસ -ભારત


૨૬ નવેમ્બર, ૧૯૪૯માં ભારતનું બંધારણ બનીને તૈયાર થયું હતું, ત્યારથી જ આ દિવસને બંધારણ દિવસ (Constitution Day) તરીકે માનવવામાં આવે છે.
ડો. ભીમરાવ આંબેડકરે આ બંધારણનો મુખ્ય પાયો નાંખ્યો હતો અને તેને બનાવવા માટે ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
ભારતના બંધારણમાં કુલ ૪૪૮ આર્ટિકલ અને ૧૨ શિડયુલ છે, તેમજ તેને ૨૫ ભાગોમાં વહેચવામાં વિભાજિત કરવામાં આવ્યું છે.
બંધારણની સભાના કુલ ૨૮૪ સભ્યો દ્વારા ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારબાદ બે દિવસ પછી ૨૬ જાન્યુઆરી , ૧૯૫૦ ના રોજ લાગુ કરાયું હતું.
જો કે ત્યારબાદ અત્યારસુધીમાં બંધારણમાં ૯ મહત્વના સુધારાઓ કરવામાં આવી ચુક્યા છે :
૧. વર્ગના આધારે દેશના રાજ્યોની નાબૂદી, કેન્દ્રશાસિત પ્રદેશની ઘોષણા તેમજ ભાષાના આધારે રાજ્યોનું પુનઃગઠન (૧૯૫૬)
૨. બંધારણના ૪૨માં સુધારાની પ્રસ્તાવનામાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાને શામેલ કરવાની મૂળભૂત જોગવાઈ (૧૯૭૬)
૩. મૂળ અધિકારોની સૂચિમાંથી કાઢી નાખવામાં આવેલો સંપત્તિનો અધિકાર (૧૯૭૮)
૪. કાયદાના નિર્માતાઓને પક્ષપાતના આધારે અયોગ્ય ઠેરવી શકાય તે અંગેનો કાયદો (૧૯૮૫)
૫. દેશમાં યોજાતી ચૂંટણીઓમાં મતદાતાઓની ઉંમર ૨૧ વર્ષથી ઘટાડીને કરાઈ ૧૮ વર્ષ (૧૯૮૯)
૬. દેશના મોટા શહેરો અને જિલ્લાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની રજૂઆત (૧૯૯૩)
૭. ૬ વર્ષથી લઈ ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ (૨૦૦૨)
૮. દેશની જાહેર અને ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને સુનિશ્ચિત જનજાતિઓને આરક્ષણથી સંબંધિત કાયદાઓ પસાર કરવા સરકારે મંજૂરી આપી છે (૨૦૧૪)
૯. દેશભરમાં એક રાષ્ટ્ર, એક ટેક્સ એટલે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની રજૂઆત (૨૦૧૭)
ભારતનું બંધારણ
************
ભારતનું બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ.તે લેખિત સ્વરૂપનો દસ્તાવેજ છે.તે દેશનાં કાયદા કરતાં ચડિયાતું છે.તેમાં સત્તા પક્ષ અને લોકોના હકો સ્પષ્ટ કરાયા છે.ભારતનું બંધારણ સમવાયતંત્રી હોવા છતાં તે એકતંત્રી છે.
ભારતીય બંધારણની સાલવારી
***********************
બંધારણસભાની કામગીરી 9 મી ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવી.
બંધારણસભાએ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ પસાર કર્યુ.(કુલ સમયગાળો – 2 વર્ષ 11 માસ અને 18 દિવસ )
26
મી જાન્યુઆરી 1950થી અમલ ( 26મી તારીખ પસંદ કરવાનું કારણ(1) 26 ડિસેમ્બર 1929ના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટે લડત આપવાનો ઠરાવ કર્યો હતો (2)26મી જાન્યુઆરી 1930ના દિવસની સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામા આવ્યો હતો )
બંધારણ સમિતિ
***********
બંધારણ સભામાં ચૂંટાયેલા અધ્યક્ષ : ડૉ. રાજેન્દ્રપ્રસાદ
સમિતિમાં કુલ 389 સભ્યો (296-બ્રિટિશ હિંદના સભ્યો, 93-દેશી રાજ્યોના, અ.જા.ના 30 – સભ્યો )
એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ ફ્રેંક એન્થની
પારસીઓના પ્રતિનિધિ એચ.પી.મોદી
સ્ત્રી સભ્યો સરોજિની નાયડુ અને વિજ્યાલક્ષ્મી પંડિત
બંધારણ સમિતિના સભ્યો : (ખરડા સમિતિ) (29 ઓગસ્ટ 1947 )
-
ડૉ. ભીમરાવ આંબેડકર (અધ્યક્ષ)
-
અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર
-
એન.ગોપાલસ્વામી આયંગર
-
કનૈયાલાલ મુનશી
-
સર બેનીગર નરસિંહરાવ
-
ટી.ટી.કૃષ્ણામાચારી
-
સૈયદ મહમદ સાદુલ્લાહ
અન્ય બંધારણની અસર
****************
યુનાઇટેડ કિંગડમ : સંસદીય , શાસન પ્રણાલી , સંસદીય વિશેષાધેકાર
સંસદીય ાર્યપ્રણાલી યુ.એસ.એ. : ઉપરાષ્ટ્રપતિપદ ,મૂળભૂત અધિકાર
કેનેડા : સંધાત્મક વ્યવસ્થા , અવિશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે
આયરલેન્ડ : રાજ્યના નીતિવિષયક સિધ્ધાંત
જર્મની : કટોકટીની જોગવાઇ
ફ્રાંસ : પ્રજાસત્તાક વ્યવસ્થા
ઓસ્ટ્રેલિયા : સમવર્તી સૂચી
જાપાન : કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા
ભારતીય બંધારણ
**************
આમુખ :
ભારતનું બંધારણ આમુખથી શરૂ થાય છે.તેનો કાયદેસર અમલ કરાવી શકાય નહીં. છતાં આમુખનું ઘણું મહત્વ છે.તેમાં બંધારણના મૂળભૂત સિધ્ધાંતો અને આદર્શોનું દર્શન થાય છે. બંધારણનું અર્થઘટન કરવામાં આમુખ ઉપયોગી છે. (આમુખમાં 1976 માં ફેરફાર કરી સમાજવાદી’,’બિનસાંપ્રદાયિક’,’એકતા
અને રાષ્ટ્રની અખંડિતતાજેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતાં )
મૂળ બંધારણ -395 કલમ, 8 અનુચ્છેદ પ્રવર્તમાન બંધારણ – 395 કલમ , 12 અનુચ્છેદ ૩
બંધારણના મુખ્ય લક્ષણો :
ભારત રાજ્યનો બનેલો સંઘ છે.(કેન્દ્ર પાસે 97 કાર્ય અને સત્તાઓ , રાજ્યો પાસે 66 કાર્ય
અને સત્તાઓ . સંયુક્ત યાદીમા 47 કાર્ય અને સત્તાઓ )
સંઘ પાસે રાષ્ટ્રીય કટોકટી , રાજ્યમા બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટીનો સામનો કરવાની વિશેષ સત્તાઓ ( કટોકટી વખતે ભારત લગભગ એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાય જાય છે.
ભારતમાં સંસદીય પધ્ધતિની સરકાર
સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર
પુખ્ત વયે મતાધિકાર (18-વર્ષ )
બિનસાંપ્રદાયિકતા
મૂળભૂત હકો
*********
(10
ડિસેમ્બર માનવ હક દિન )
ત્રીજા અનુચ્છેદમાં 12 થી 36 સુધીની કલમોમાં 36 અધેકારોની જોગવાઇ કરવામાં આવી છે.મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકાર પરંતુ 44 માં સંશોધનમાં સંપત્તિનો અધિકારરદ કરવામાં આવ્યો..હાલ 6 અધિકારો નાગરિકો માટે છે.
સમાનતાનો અધિકાર (કલમ 14 થી 17 )
સ્વતંત્રતાનો અધિકાર (કલમ 19 થી 21 )
શોષણ વિરૂધ્ધનો અધિકાર (કલમ 23 થી 24 )
ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર (કલમ 25 થી 28 )
સંસ્કૃતિ અને શિક્ષણસંબંધી અધિકાર (કલમ 29 થી 30 )
બંધારણીય ઇલાજોનો અધિકાર (કલમ 32 )
(93
મો સુધારો પ્રાથમિક શિક્ષણ મૂળભૂત અધિકાર )
મૂળભૂત ફરજો : (6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન )
બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર્ગીતનો આદર કરવો.
સ્વાતંત્ર્યસંગ્રામના ઉદાત્ત વિચારો અને આદર્શો અપનાવવા.
ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.
જરૂરિયાત પડે ત્યારે દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રસેવામાં જોડાવું.
ભારતના બધા લોકો વચ્ચે ભાઇચારાની ભાવના ખિલવવી અને સ્ત્રીઓનાં ગૌરવને હાનિ પહોંચાડતી બાબતોનો ત્યાગ કરવો .
રાષ્ટ્રના સમૃધ્ધ, સમન્વિત અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું.
પ્રાણીઓ પ્રત્યે અનુકંપા રાખવી અને પર્યાવરણનું રક્ષણ કરવું.
વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો.
જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને હિંસાંનો ત્યાગ કરવો.
વૈયક્તિક અને સામૂહિક પુરૂષાર્થના બધાં ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિધ્ધ કરવા કટિબધ્ધ થવું.
શિક્ષણવિષયક કલમો
*****************
6
થી 14 વર્ષના બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણ (કલમ-45 )
શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર (કલમ- 29 અને 30 )
પ્રાથમિક કક્ષાએ માતૃભાષા દ્વારાં શિક્ષણની સુવિધા (કલમ -350 એ )
હિંદ ભાષાને પ્રોત્સાહન (કલમ -351 )
શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અંગે જોગવાઇ (કલમ-25,28એ અને 28 બી)
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના નાગરિકો માટે શિક્ષણ (કલમ-46)
સ્ત્રીઓનું શિક્ષણ (કલમ – 15એ અને 15સી)


લોહીની સગાઈ

 લોહીની સગાઈ           રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...