એવામાં એ જાણવું જરૂરી છે કે પરમાણુ બોમ્બ આખરે હોય છે શું? તેની પાછળનું સાયન્સ શું છે? અને કેમ તેના ઉપયોગથી દુનિયા ખતમ થવાનો છે
ખતરો?
પરમાણુ હથિયાર કે ન્યુક્લિયર વેપન સામૂહિક
વિનાશના એવા હથિયાર હોય છે, જે તબાહી મચાવવા માટે ન્યુક્લિયર એનર્જીનો
ઉપયોગ કરે છે.
પરમાણુ હથિયાર પાછળનું સાયન્સ શું છે? તેના માટે સૌપ્રથમ પરમાણુને સમજવો જરૂરી છે.
જૂઓ આપણે સૌ જાણીએ છીએ કે દુનિયામાં દરેક ચીજ
અણુઓથી બનેલી છે. અને અણુ બનેલા હોય છે પરમાણુથી. પરમાણુમાં ત્રણ અગત્યના કણ હોય
છે-ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન.
તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના
કેન્દ્રમાં એકબીજા સાથે બંધાયેલા રહે છે. આ કેન્દ્રને ન્યુક્લિયસ કે નાભિક કહે છે.
જ્યારે ઈલેક્ટ્રોન આ ન્યુક્લિયસની ચોતરફ એવી રીતે ચક્કર લગાવે છે જેમ પૃથ્વી સહિત
બાકીના ગ્રહો સૂરજની આસપાસ ઘૂમે છે.
માઈક્રોસ્કોપથી પણ મુશ્કેલીથી જોઈ શકાતા પરમાણુઓમાં
અમર્યાદિત એનર્જી છૂપાયેલી હોય છે. તેને બે પ્રકારે કાઢી કે ઉપયોગમાં લઈ શકાય છે.
પ્રથમ રીત છે કે પરમાણુના ન્યુક્લિયસને
તોડીને. બીજી રીત છે બે પરમાણુઓના ન્યુક્લિયસને પરસ્પર જોડીને. બંને રીતમાં ખૂબ
વધારે એનર્જી નીકળે છે.
કોઈ પરમાણુના ન્યુક્લિયસના તોડવા માટે
તલવારની જેમ ન્યુટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ટેકનીકથી ન્યુક્લિયસ પર
ન્યુટ્રોનની બોમ્બવર્ષા કરતા જ ન્યુક્લિયસ તૂટી જાય છે અને તેમાંથી ખૂબ વધારે
એનર્જી નીકળે છે.
હવે તૂટેલા ન્યુક્લિયસથી નીકળનારા ન્યુટ્રોન
બીજા ન્યુક્લિયસ સાથે ટકરાય છે અને વધુ એનર્જી નીકળે છે. આ પ્રકારની આ પ્રોસેસ એક
ચેઈન રિએક્શન બની જાય છે અને તેમાંથી જોરદાર ઊર્જા નીકળે છે.
આ ટેકનીકને ન્યુક્લિયર ફિઝન કે પરમાણુ વિખંડન
કહે છે. તેમાં એક મોટા પરમાણુના ન્યુક્લિયસના બે નાના અણુ તોડે છે. આ રીતે કરવામાં
આવેલા વિસ્ફોટને પરમાણુ બોમ્બ કહે છે.
આનાથી ઉલટું જ્યારે આપણે બે હળવા પરમાણુના
ન્યુક્લિયસને જબરદસ્તીથી જોડીને મોટું ન્યુક્લિયસ બનાવે છે તો તેને ન્યુક્લિયર
ફ્યુઝન એટલે કે પરમાણુ સંલયન કહે છે. આ પ્રોસેસમાં પણ ભારે માત્રામાં એનર્જી નીકળે
છે.
આ ટેકનીકથી કરાનારા વિસ્ફોટને હાઈડ્રોજન
બોમ્બ કહે છે. જો કે સામાન્ય બોલચાલમાં બંને પ્રકારના હથિયારોને પરમાણુ હથિયાર કહે
છે.
હાઈડ્રોજન બોમ્બમાં પરમાણુ બોમ્બના મુકાબલે
અનેક ગણી વધુ એનર્જી નીકળે છે. હાઈડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કરવા માટે ખૂબ હાઈ
ટેમ્પ્રેચરની જરૂરિયાત હોય છે. તેના માટે પ્રથમ પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કરે છે અને
તેનાથી પેદા થનારું હાઈ ટેમ્પ્રેચરનો ઉપયોગ ન્યુક્લિયર ફ્યુઝન માટે કરવામાં આવે
છે. આથી એવા પરમાણુ હથિયારોને થર્મોન્યુક્લિયર બોમ્બ પણ કહે છે.
તોડવા અને જોડવાની આ બંને પ્રોસેસ આસાન થાય
તેથી જ યુરેનિયમ અને પ્લુટોનિયમ જેવી હેવી મેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે, કેમકે આ પ્રકારના હેવી મેટર અનસ્ટેબલ હોય છે.
ક્યારે બન્યો
પ્રથમ પરમાણુ બોમ્બ, ક્યારે થયો ઉપયોગ?
અમેરિકન વૈજ્ઞાનિક રોબર્ટ ઓપનહીમરને ‘પરમાણુ બોમ્બનો પિતા’ કહેવામાં આવે છે.
·
16 જુલાઈ 1945ને અમેરિકાના
ન્યુ મેક્સિકોમાં થયું દુનિયાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ ઓપનહીમરની દેખરેખમાં થયું
હતું.
·
પ્રથમ પરમાણુ પરીક્ષણથી 19 કિલોટન TNTને સમાન વિસ્ફોટ
થયો હતો અને તેનાથી 300 મીટરથી વધુ પહોળો ખાડો બની ગયો હતો.
·
પ્રથમ પરમાણુ પરીક્ષણના વિસ્ફોટ બાદ ઓપનહીમરે કહ્યું હતું કે તેમના મનમાં
શ્રીમદ ભગવદ્ ગીતાનો એ વિચાર આવ્યો હતો-‘હવે હું મૃત્યુ
બની ગયો છું, દુનિયાનો વિનાશક.’
·
પ્રથમ પરમાણુ પરીક્ષણના માત્ર એક મહિના પછી જ જાપાનના બે શહેરો હિરોશિમા અને
નાગાસાકી પર દુનિયામાં પ્રથમવાર પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હિરોશિમા પર
ફેંકવામાં આવ્યો પરમાણુ બોમ્બ
દુનિયામાં
પ્રથમવાર પરમાણુ બોમ્બનો ઉપયોગ 06 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના
શહેર હિરોશિમા પર અમેરિકાએ કર્યો હતો. પોતાના લાંબા અને પાતળાના આકારના કારણે
હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બને ‘લિટલ બોય’ નામ આપ્યું હતું. તેમાં યુરેનિયમ 235નો ઉપયોગ થયો
હતો. એ પરમાણુ બોમ્બમાં 64 કિલોગ્રામ યુરેનિયમ 235નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના વિસ્ફોટથી 15 હજાર ટન TNTનો વિસ્ફોટ થયો હતો. હિરોશિમા પર ફેંકવામાં
આવેલા પરમાણુ બોમ્બથી 70 હજાર લોકોના તરત જ મોત થઈ ગયા હતા, જ્યારે તેના રેડિએશનથી ઘાયલ થવાથી થોડા જ મહિનામાં ઓછામાં ઓછા 76 હજાર વધુ લોકો માર્યા ગયા હતા.
નાગાસાકી પર
ફેંકવામાં આવ્યો પરમાણુ બોમ્બ
હિરોશિમા પર
ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બની તુલનામાં નાગાસાકી પર ફેંકવામાં આવેલો પરમાણુ
બોમ્બ વધુ ગોળ અને જાડો હતો. તેને ‘ફેટમેન’ નામ આપવામાં આવ્યું હતું. આ પરમાણુ બોમ્બના મેટેરિયરમાં પ્લુટોનિયમ 239નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્લુટોનિયમ 239ના ન્યુક્લિયર
ફિશનથી થયેલા આ પરમાણુ વિસ્ફોટથી 21 હજાર ટન TNTનો વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ હુમલાથી લગભગ 40 હજાર લોકોના તરત
જ મોત થઈ ગયા હતા જ્યારે તેના રેડિએશનથી ઘાયલ થયેલા લગભગ 30 હજાર લોકોના થોડા મહિના પછી મોત થયા હતા.
લાખો લોકોને
મોતને ઘાટ ઉતારી શકે છે પરમાણુ બોમ્બ
પરમાણુ હથિયાર
પૃથ્વી પરના સૌથી ખતરનાક હથિયાર છે. આ હથિયાર સમગ્ર શહેરને તબાહ કરી શકે છે, લાખો લોકોને મારી શકે છે. તેની અસર પર્યાવરણ અને આવનારી પેઢીઓ પર લાંબા સમય
સુધી રહે છે. તેનાથી ધરતી પર જીવનના અસ્તિત્વ પર જ ખતરો પેદા થઈ જાય છે.
·
પરમાણુ બોમ્બ વિસ્ફોટ પછી તેની આસપાસના વિસ્તારનું તાપમાન અનેક કરોડ ડિગ્રી
સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય છે.
·
પરમાણુ બોમ્બના વિસ્ફોટથી એક મોટા વિસ્તારમાં પેદા થયેલી ગરમી માણસના તમામ
ટીશ્યુને વરાળ બનાવી દે છે.
·
કોઈ બિલ્ડિંગમાં આશરો લેનારા લોકો વિસ્ફોટથી પેદા થયેલા શૉક વેવ અને ગરમીથી
માર્યા જાય છે, કેમકે ઈમારત તૂટી પડે છે અને તેમાં રહેલા
તમામ જ્વલનશીલ પદાર્થોમાં આગ લાગી જાય છે.
·
અંડરગ્રાઉન્ડ સ્થળમાં આશરો લેનારા લોકો ભલે આગથી બચી જાય પરંતુ તેઓ
વાતાવરણમાંથી ઓક્સિજન ખતમ થવાથી ગૂંગળાઈને મરી જશે.
·
બધુ મળીને પરમાણુ બોમ્બના વિસ્ફોટ પછી માણસ ગમે ત્યાં છૂપાય, તેનું બચવું લગભગ અસંભવ હોય છે.
·
પરમાણુ બોમ્બ વિસ્ફોટથી જે લોકો બચી પણ જાય છે, તેઓ પણ ઘાતક
રેડિએશનથી દાઝી જાય છે, આંધળા થઈ જાય છે, તેમને ઘાતક આંતરિક ઈજા થાય છે.
·
આ વિસ્ફોટથી નીકળનારા રેડિએશનથી કેન્સરનું જોખમ ખૂબ વધી જાય છે. વિસ્ફોટથી
પ્રભાવિત વિસ્તારોમાં 20 વર્ષ પછી પણ લોકો અપંગ પેદા થાય છે. એટલે
સુધી કે એ વિસ્તારના ઝાડપાન પણ યોગ્ય રીતે ઉછરી શકતા નથી અને પાકની ઉપજ પણ
પ્રભાવિત થાય છે.
·
પરમાણુ બોમ્બ જળવાયુ અને વાતાવરણ પર કોઈપણ અન્ય હથિયારથી વધુ ખરાબ અસર કરે છે.
રેડ ક્રોસનું અનુમાન છે કે પરમાણુ યુદ્ધ થવા પર દુનિયાની એક અબજની જનસંખ્યા
ભૂખમરાથી પ્રભાવિત થઈ શકે છે.
પરમાણુ બોમ્બના વિસ્ફોટ પછી માણસ ગમે ત્યાં છૂપાય, તેનું બચવું લગભગ અસંભવ હોય છે.
પરમાણુ બોમ્બથી
અનેક ગણા ઘાતક હોય છે હાઈડ્રોજન બોમ્બ
હાઈડ્રોજન બોમ્બ
પરમાણુ બોમ્બથી પણ હજાર ગણો વધુ ઘાતક હોય છે અને સમગ્ર દુનિયાના તબાહ કરવાની
ક્ષમતા રાખે છે. દુનિયાના પ્રથમ હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ અમેરિકાએ 01 નવેમ્બર 1952ના રોજ માર્શલ દ્વિપ પર સ્થિત એક નાના
એનિવેતોક નામના દ્વિપ પર કર્યો હતો. આ વિસ્ફોટથી અનેક 10 હજાર મેગાટન TNT એનર્જી રિલીઝ થઈ.
આ વિસ્ફોટથી સૂર્યના પ્રકાશથી પણ ચમકદાર
પ્રકાશ નીકળ્યો અને તેમાંથી નીકળેલા હિટવેવનો અનુભવ 50 કિમી દૂર સુધી થયો હતો.
દુનિયામાં હવે
અનેક ગણા વધુ ઘાતક પરમાણુ હથિયારો છે
આધુનિક પરમાણુ
હથિયારોની સામે હિરોશિમા અને નાગાસાકી પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કોઈ
વિસાતમાં નથી. હવે રશિયા અને અમેરિકા પાસે દુનિયાને અનેકવાર ખતમ કરવાની ક્ષમતાવાળા
પરમાણુ હથિયારો છે.
ઉદાહરણ તરીકે અમેરિકા પાસે સૌથી શક્તિશાળી
પરમાણુ હથિયાર B83 હાઈડ્રોજન બોમ્બ છે, જે 1.2 મેગાટનનો વિસ્ફોટ કરી શકે છે અને નાગાસાકી પર
ફેંકાયેલા પરમાણુ બોમ્બથી 60 ગણો વધુ શક્તિશાળી છે.
જ્યારે સોવિયેત યુનિયન દ્વારા બનાવાયેલ ટીસાર
બોમ્બા (Tsar Bomba) અત્યાર સુધીનું સૌથી ઘાતક પરમાણુ હથિયાર છે.
પરીક્ષણમાં તેનાથી 50 મેગાટનનો વિસ્ફોટ થયો હતો અને આ નાગાસાકી પર
ફેંકવામાં આવેલા બોમ્બથી 2500 ગણો શક્તિશાળી હતો. રશિયા પાસે હવે આ ઘાતક
પરમાણુ બોમ્બનું મોડર્ન વર્ઝન RDS-220
Tsar Bomba નામથી હાજર છે, જેની ક્ષમતા જૂના બોમ્બથી બમણી છે.
No comments:
Post a Comment