ગુગલ મેપ્સ:
શું તમે ક્યારેય નોંધ્યું છે કે જો તમે ખોટો વળાંક લો છો તો ગુગલ મેપ્સ તમારા પર ક્યારેય બૂમો પાડતું નથી કે તમારી નિંદા કરતું નથી ?
તે ક્યારેય પોતાનો અવાજ ઊંચો નથી કરતું, એ એમ નથી કહેતું કે, “તારે છેલ્લા ક્રોસિંગ પર ડાબી બાજુએ જવાનું હતું, મૂરખ !
હવે તારે આજુબાજુનો લાંબો રસ્તો પસાર કરવો પડશે અને એ તારો ખૂબ સમય ખાઈ જશે અને તને તારી મીટિંગ માટે ખૂબ મોડું થઈ જવાનું છે !
કઈંક ધ્યાન આપતા શીખ અને મારી સૂચનાઓ સાંભળતો જા, બરાબર ને ?”
જો તે આવું કરે, તો સંભવ છે કે આપણામાંથી ઘણા તેનો ઉપયોગ કરવાનું બંધ કરી શકે છે.
પરંતુ ગુગલ એવું નથી કરતું, ફક્ત રી-રૂટ કરે છે અને તમને ત્યાં પહોંચવાની આગલી શ્રેષ્ઠ રીત બતાવે છે.
તેનો પ્રાથમિક રસ તમને તમારાં ધ્યેય સુધી પહોંચાડવાનો છે, ભૂલ કરવા બદલ તમારું અપમાન કરવામાં નહીં.
આ એક સરસ પદાર્થપાઠ છે...
આપણે એ શીખવાનું છે કે જેમણે ભૂલ કરી છે, ખાસ કરીને જેમની સાથે આપણે નજીક છીએ અને પરિચિત છીએ તેમના પર આપણી હતાશા અને ગુસ્સો ઉતારવો એ અનિચ્છનીય છે.
યોગ્ય તો એ જ છે કે એ વ્યક્તિને સમસ્યાને ઠીક કરવામાં મદદ કરવી, દોષ ન આપવો.
શું તમારી પાસે તાજેતરમાં રી-રુટીંગની ક્ષણો છે ?
બીજા સાથે અને તમારા પોતાના સાથે પણ ?
તમારાં બાળકો, કુટુંબીજનો, ટીમના સાથીઓ અને તમારા માટે મહત્વનાં હોય તેવાં તમામ લોકો માટે ગુગલનો નકશો બનીએ.
No comments:
Post a Comment