Wednesday, May 1, 2019
બાળકોના રીઝલ્ટ ફેસબુક ઉપર મુકતા વાલીઓ માટે ખાસ
બાળકોના રીઝલ્ટ ફેસબુક ઉપર મુકતા વાલીઓ માટે ખાસ.
વ્યક્તિનું જે કાર્યક્ષેત્ર હોય એના માર્ક્સ પરિણામ સ્વરૂપે જાહેર કરવા એ યોગ્ય નથી.
દા.ત. એક પુરુષ તરીકે આપણને આપના વડીલ માર્ક્સ આપે.
કેટલા નું ટર્ન ઓવર કર્યું 75%
કેટલો નફો કર્યો 45 %
ઉઘરાણી ના માર્ક્સ 50 %
નવા ગ્રાહકો બનાવ્યા કે નહીં 80%
ધધા સાથે પરિવારને સમય આપ્યો 42%
અને સ્ત્રી તરીકે આપણા સાસુ માર્ક્સ આપે.
મહેમાનને હસતા આવકાર આપો છો 55%
ફરવામાં રસ છે 90%
કચરા પોતા ની ક્વૉલિટી 70%
સાસુને વડીલોને સન્માન 32%
બાળકોનું ધ્યાન 85%
નવું શીખવા માં રસ 30%
વિચારો કે આપણા કાર્યક્ષેત્ર નું આવું રીઝલ્ટ ફેસબુક ઉપર કોઈ મૂકે તો???
ભણતર એ બાળકનું અંગત કાર્યક્ષેત્ર છે.
એ જાહેરાત નો વિષય ન જ હોય શકે.
રિઝલ્ટ આપણા બાળકનું હોય કે બીજાનું, બાળકોના સાઈકોલોજિસ્ટ ના મતે રીઝલ્ટ હંમેશા બાળકના મનમાં કાતો અપમાન અથવાતો હોશિયાર રહેવાનું પ્રેશર જ પેદા કરે છે.
એક વાત ક્યારેય ન ભૂલવી કે ભારતમાં દર વર્ષે અંદાજે અધધ.. 65000 જેટલા વિદ્યાર્થીઓ ભણતર અને રિઝલ્ટના પ્રેશરથી આત્મહત્યા કરે છે. અને સમજવા જેવી બાબત એ છે કે ક્યારેય 35% વાળા આત્મહત્યા કરતાજ નથી.
આપણા દ્વારા હોશિયાર બાળક ના રિઝલ્ટનું ફેસબુક અને અન્ય જગ્યાએ થયેલ પ્રદર્શન અને એના લીધે સમાજમાં એ બાળક કેટલું હોશિયાર છે એવી ઉભી થયેલી એની છાપ ના લીધે જ બાળકને 5-10 માર્ક્સ ઓછા આવતા ઘર અને સમાજને ફેસ કરવા કરતા એને તાપીમાં પડી જવું કે પંખા પર લટકી જવું વધુ સરળ લાગે છે.
આ કોઈને હર્ટ કરવા નહીં પરંતુ બાળકને હર્ટ થતું અટકાવવા માટે છે.
બાળકોના ઉછેર માટે મારુ આવું મંતવ્ય છે કે બાળકના ખરાબ રીઝલ્ટમાં અફસોસ વ્યક્ત કરવો નહીં તેમજ ખાસ ...સારા રિઝલ્ટને જાહેરમાં પ્રદર્શિત કરવું નહિ કે ખૂબ ઉત્સાહ બતાવી ગામને પાર્ટીઓ આપવી નહી.
અત્યારના સમયમાં એ ખૂબ જરૂરી છે કે બાળકને સ્પષ્ટ એવો મેસેજ જવો જ જોઈએ કે મારા માતા પિતા માટે હું મહત્વનો છું મારું રીઝલ્ટ નહીં...
Subscribe to:
Post Comments (Atom)
લોહીની સગાઈ
લોહીની સગાઈ રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...
-
ગુડ ટચ - બેડ ટચ અહી નીચેનો ફોટો બતાવી ને પણ તમે એમને કહી શકો છો. દરેક વાલી આ વાંચે અને અમલ કરે સમય નો પ્રવાહ કઈ દિશા માં ફંટાયો ...
-
India levelled up in the supercomputing prowess with the commissioning of Pratyush this Monday. Union minister for Science and Te...
No comments:
Post a Comment