Tuesday, May 14, 2019
What's app hacking
તાજેતરમાં જ UAE બેસ્ડ NGOએ એક અવેરનેસ પ્રોગ્રામ યોજ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે, માત્ર 30 સેકન્ડની અંદર જ કોઇપણ વ્યક્તિ કોઇના પણ વૉટ્સએપ એકાઉન્ટનું એક્સેસ લઇ શકે છે. આ માટે હેકરને ફક્ત એકજવારનો તમારા ફોનનો એક્સેસ જોઇએ છે.
* કેવી રીતે હેક કર્યું 30 સેકન્ડમાં વૉટ્સએપ
* વૉટ્સએપ વેબનો યૂઝ કર્યો
વૉટ્સએપ એકાઉન્ટ હેક કરતા ફર્મે એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ફક્ત ફોન ઉધાર લઇને Whatsapp webને પોતાના કૉમ્પ્યુટરમાં ઓન કરી દીધું. આનાથી ફોટોઝ, વીડિયો, ચેટ સહિતનો બીજો બધો જ ડેટા માત્ર 30 સેકન્ડની અંદર સામેવાળાના કૉમ્પ્યુટરમાં જતો રહ્યો. આ માટે કોઇ ખાસ ટ્રેનિંગની જરૂર નથી પડતી.
* કેવી રીતે બચવું આનાથી
- વૉટ્સએપને લૉક કરીને કે પાસવર્ડ સેટ કરીને રાખવું.
- વૉટ્સએપ વેબના સેટિંગ્સમાં જાઓ અને ચેક કરો કે કોઇ અન્ય ડિવાઇસ તો તમારા ફોનથી કનેક્ટ તો નથી ને.
- Web.Whatsapp.com પર જાઓ.
વૉટ્સએપ મેસેજ એક્સટ્રેક્ટ કરી આસાનીથી કોઇપણ તમારું એકાઉન્ટ હેક કરી શકે છે. ચેટ્સ એન્ડ કૉલ્સમાં એક ઓપ્શન આવો પણ છે, જેનાથી આસાથી બધી જ ચેટ હિસ્ટ્રી ઇમેલ કરી શકાય છે.
* શું કરશો બચવા માટે
- તમારા ઇમેલ એકાઉન્ટને ચેક કરો કે કોઇ અન્ય અનનૉન મેઇલ તો નથી ગયોને.
- વૉટ્સએપ હંમેશા લૉક રાખો.
Whatsapp Callની મદદથી
વૉટ્સએપ કૉલની મદદથી ફોનને હેક કરવો વધુ ઇઝી છે. આ માટે હેકરને તમારો ફોન ફક્ત 15 સેકન્ડ માટે જ જોઇશે અને ફોન હેક થઇ જશે.
* શું કરશો બચવા માટે
- Incoming Call Lock એપ ઇન્સ્ટૉલ કરો, આ એપની મદદથી, કોઇપણ નવો કૉલ આવે ત્યારે કૉલ લૉક ઓપન કરવું પડશે, નહીં તો કૉલ રિસીવ થઇ શકશે નહીં.
* Spy Apps
ઇન્ટરનેટ સ્પાય એપ્સથી ભરેલું છે. જો તમારો મિત્ર કે ફેમિલામાંથી કોઇ આમાંથી એપ ઇન્સ્ટૉલ કરી લે તો હેકર માટે તેમનું વૉટ્સએપ એકાઉન્ટ હેક કરવું ખુબ આસાન થઇ જશે.
* શું કરશો બચવા માટે
- ફોનમાં નવી એપને ચેક કરતા રહો, જો કોઇ નવી એપ દેખાય, જે તમે ઇન્સ્ટૉલ ના કરી હોય તો તેને જલ્દીથી અનઇન્સ્ટૉલ કરી દો.
- જો તમારો ફોન રૂટેડ હોય તો પરમિશન મેનેજરનો યૂઝ કરો.
* OTP SMSની મદદ લો
વૉટ્સએપને હેક કરવાનો સૌથી આસાન રસ્તો OTP છે. OTP કન્ફર્મેશન વિના યૂઝર વૉટ્સએપનો યૂઝ નથી કરી શકતો, આવામાં હેકર્સને માત્ર SMS સ્પાયવેરની જરૂર પડે છે.
* કેવી રીતે બચશો
- એક સારો એન્ટીવાયરસ ફોનમાં જરૂરથી રાખવો જોઇએ.
- સ્ક્રીન નોટિફિકેશન લૉક કરીને રાખો.
- એપ લૉકની મદદથી SMS એપ લૉક રાખો.
* ફોનને કન્ટ્રૉલ કરીને
તમારા એન્ડ્રોઇડ ફોનની કૉપી બનાવવી એટલી આસાન છે કે, હેકર મિરર યૉર ફોન ટેકનિકનો યૂઝ કરીને ગમેત્યાંથી આખા ફોનનો પુરેપુરો એક્સેસ લઇ શકે છે. આના માટે બસ એક એપ અને ટીમ વ્યૂઅરની જરૂર પડે છે.
* શું કરશો બચવા માટે
- તમારા ફોનમાં નવી એપ્સને ચેક કરતા રહો, જો કોઇ નવી એપ દેખાય, જે તમે ઇન્સ્ટૉલ કરી ના હોય તો તરતજ તેને અનઇન્સ્ટૉલ કરી દો.
- જો તમારો ફોન રૂટેડ હોય તો પરમિશન મેનેજરનો યૂઝ કરો.
Subscribe to:
Post Comments (Atom)
લોહીની સગાઈ
લોહીની સગાઈ રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...
-
ગુડ ટચ - બેડ ટચ અહી નીચેનો ફોટો બતાવી ને પણ તમે એમને કહી શકો છો. દરેક વાલી આ વાંચે અને અમલ કરે સમય નો પ્રવાહ કઈ દિશા માં ફંટાયો ...
-
India levelled up in the supercomputing prowess with the commissioning of Pratyush this Monday. Union minister for Science and Te...
No comments:
Post a Comment