Friday, May 10, 2019
ધોરણ 12નું પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રિઝલ્ટ જાહેર થઇ ગયું. દીકરો કે દીકરીની માર્કશીટ જોઇને મમ્મી-પપ્પા ખુશ થઇ ગયા છે. હવે મોટાભાગનાં મમ્મી-પપ્પાનાં બચ્ચાંઓ 99 ટકા માર્કસ લાવી શકે છે. પણ-આજે તમારો દીકરો કે દીકરી માર્કશીટ લઇને ઘરે નથી આવ્યા. તમારા માટે એક પ્રશ્નપત્ર લઇને આવ્યા છે. આ પ્રશ્ન-પત્ર તમારે ભરવાનું છે અને પછી નક્કી કરવાનું છે કે-તમે તમારા બચ્ચાંની પરીક્ષામાં પાસ થયા કે નહીં? તમારા બચ્ચાંની પરીક્ષામાં તમારા માર્કસ બાજુવાળા મહેશભાઇ કરતાં વધારે આવ્યા કે નહીં? આજે તમારે તમારી જાતનું મૂલ્યાંકન તમારી જાતે કરવાનું છે.
સવાલ : 1
તમે તમારા દીકરા-દીકરીને ફ્રિડમ આપી, સગવડો આપી એટલે એ પાસ થયા કે તમે ફ્રિડમ અને સગવડો નથી આપી એટલે એ પાસ થયા છે? (10)
સવાલ : 2
હવે તમારા દીકરા-દીકરીને દેશની સરકાર નક્કી કરવાનો અધિકાર મળશે, એ બેંકમાં ખાતું ખોલાવી શકશે, નાણાંકીય વ્યવહારો જાતે કરી શકશે-તો શું હવે તમે એમને એમની જીંદગીનાં નિર્ણયો જાતે લેવા દેશો? (10)
સવાલ : 3
અત્યાર સુધી એ તમારી લાઇનદોરીમાં રહ્યાં, હવે તમે એમને એમની ગમતી લાઇન લેવા દેશો? (10)
સવાલ : 4
મેં તારા કરતાં વધારે દિવાળી જોઇ છે-આવું હજીપણ એને કહેશો-કે એની દિવાળીનો આનંદ એને લેવા દેશો? (10)
સવાલ : 5
એની હથેળીમાં એની જીંદગીની ચાવીઓ મૂકીને એને એવું કહી શકશો કે-જા બેટા, જી લે અપની જીંદગી…. (10)
સવાલ : 6
હજીપણ તમે એવું માનો છો કે મોબાઇલનો ઉપયોગ એ માત્ર ગેમ રમવા માટે જ કરે છે? (10)
સવાલ : 7
તમને એવું લાગે છે કે-પી.એસ.પી કેટલો સમય રમવું એની એને હજીપણ નથી ખબર? (10)
સવાલ : 8
અમે નાના હતા ત્યારે અમારી પાસે બે જોડી જ કપડાં હતાં, ચાલતાં સ્કૂલે જતાં-પાંચ રૂપિયા જ પોકેટમની મળતાં-એવાં ઉદાહરણો આપવાનું હવે બંધ કરશો? (10)
સવાલ : 9
બાજુવાળાનો રોહન તો સાયન્સમાં 100માંથી 100 માર્કસ લઇ આવ્યો-અમે કહેતાં હતા એમ વાંચ્યું હોત તો તારા પણ 100 માર્કસ આવ્યા હોત. આવું એને કહેશો? (10)
સવાલ : 10
એ તમારું સંતાન છે-એ ક્યારેય ખોટું નહીં કરે-એવો વિશ્વાસ હવે તમને છે? (10)
આ પ્રશ્નપત્ર તમે ભરજો. જાતે જ માર્કસ આપજો અને નક્કી કરજો કે તમારાં દીકરા-દીકરીની પરીક્ષામાં તમે પાસ થયા છો ખરાં?
Subscribe to:
Post Comments (Atom)
લોહીની સગાઈ
લોહીની સગાઈ રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...
-
ગુડ ટચ - બેડ ટચ અહી નીચેનો ફોટો બતાવી ને પણ તમે એમને કહી શકો છો. દરેક વાલી આ વાંચે અને અમલ કરે સમય નો પ્રવાહ કઈ દિશા માં ફંટાયો ...
-
India levelled up in the supercomputing prowess with the commissioning of Pratyush this Monday. Union minister for Science and Te...
No comments:
Post a Comment